નવા વર્ષની શરૂઆત જ ખતરનાક થઈ છે. અમેરિકામાં 24 કલાકમાં બીજો હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકોને ગોળી મારવામાં આવી છે. આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શહેરમાં અમાકુરી નાઈટ ક્લબમાં બની હતી.
આ અગાઉ ન્યુ યરની ઉજવણી દરમિયાન બુધવારે સવારે ન્યૂ ઓર્લિયન્સમાં એક બેકાબુ ટ્રકે લોકોને અડફેટે લીધા છે. જેમાં 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. થોડા જ કલાકો પછી લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો હતા. આ ઘટનાઓના 24 કલાકમાં આ ત્રીજી ઘટના બની છે.
આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ વિભાગના અનેક યુનિટો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી છે. જો કે, હજુ સુધી ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ મામલે કોઈ માહિતી સત્તાવાર માહિતી જાહેર કરી નથી. આ નાઇટક્લબને શહેરના સૌથી વધુ ઉર્જાવાળા નાઇટ સ્પોટ પૈકી એક ગણવામાં આવે છે.
બુધવારે સવારે ટ્રક ટોળા પર ધસી જતા 10ના મોત થયા
આ અગાઉ બુધવારે વહેલી સવારે ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહેલા લોકોના ટોળામાં પૂરપાટ ઝડપથી આવેલા એક ટ્રકે ટોળાને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 35 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની એફબીઆઈ આતંકવાદી કૃત્ય હોવાની શંકા તરફ તપાસ કરી રહી છે.
આ અંગે FBIના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરના વ્યસ્ત ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર બુધવારે સવારે 3.15 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલા બાદ પોલીસ સાથેની અથડામણમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. વાહન ઉભું રાખ્યા બાદ ડ્રાઈવર ટ્રકમાંથી બહાર આવ્યો અને પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ વળતો ગોળીબાર કર્યો અને ડ્રાઇવરને મારી નાખ્યો હતો.
આ મામલે પોલીસ કમિશનર એન્ને કીર્કપેટ્રીકે જણાવ્યું હતું કે, ઘટનામાં 2 અધિકારીઓને ગોળી વાગી હતી અને હાલ તેઓની હાલત સ્થિર છે, સાથે જ વધુમાં જણાવ્યું કે, આ હુમલો ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર બની શકે તેટલા લોકો પર વાહન ચઢાવવા માગતો હતો. આ વિસ્તાર નવા વર્ષની ઉજવણી માટેનું સૌથી મોટું સ્થળ છે.
આ મામલે વ્હાઇટ હાઉસ દ્વારા સમગ્ર ઘટનાની માહિતી પ્રમુખ જો બાઈડેનને આપવામાં આવી હતી. જેને લઈને બાઈડેને કહ્યું કે, એફબીઆઈ આ ભયાવહ ઘટનાની ત્રાસવાદી કૃત્ય તરીકે આ હુમલો સામૂહિક હિંસા કરવા માટે હથિયાર તરીકે વાહનનો ઉપયોગ કરવામાં આવે છે તેનો તાજો દાખલો છે, એક વલણ કે જેણે કાયદા અમલીકરણ અધિકારીઓને ચિંતામાં મૂક્યા છે અને તેની સામે રક્ષણ કરવું મુશ્કેલ હોઈ શકે છે.
યુરોપમાં જીવલેણ હીટવેવનો કહેર: ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં 3,700થી વધુ લોકોના મોત






