Home Sports IPL 2026 Noor Ahmad Celebration Csk Vs Kkr Ipl 2026

રહાણેની વિકેટ પછી નૂરનું સેલિબ્રેશન કેમ બન્યું ચર્ચાનું કેન્દ્ર? : CSK ની જીત પાછળની આખી કહાની

Noor Ahmad
Published by: Aryan Shah
Last Updated: Apr 15, 2026, 01:15 PM IST

Noor Ahmad : IPL 2026 ની રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને આ સિઝનની પોતાની બીજી જીત નોંધાવી છે. આ જીતમાં અફઘાનિસ્તાનના યુવા સ્પિનર નૂર અહેમદની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. નૂર અહેમદે માત્ર પોતાની ધારદાર બોલિંગથી જ નહીં, પરંતુ વિકેટ લીધા પછીના પોતાના અનોખા સેલિબ્રેશનથી પણ બધા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયા પર તેના આ અંદાજની ભારે ચર્ચા થઈ રહી છે.

શું હતું ખાસ હતું નૂર અહેમદના સેલિબ્રેશનમાં?

મેચની 11 મી ઓવરમાં જ્યારે નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેની સામે KKR ના કેપ્ટન અજિંક્ય રહાણે બેટિંગમાં હતા. ઓવરના પાંચમા બોલ પર અજિંક્ય રહાણે કેચ આઉટ થયા અને તે જ ક્ષણે નૂર અહેમદે પોતાની બંને હથેળીઓ આંખ પાસે રાખીને એક ખાસ 'સલામી' મુદ્રામાં ઉજવણી કરી હતી. આ અનોખો અંદાજ જોઈને સ્ટેડિયમમાં હાજર ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને હવે આ સેલિબ્રેશન ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

મેચમાં નૂર અહેમદનો જાદુઈ સ્પેલ

નૂર અહેમદે આ મેચમાં શાનદાર લાઇન-લેન્થ સાથે બોલિંગ કરી હતી. તેને પોતાના સ્પેલમાં માત્ર 21 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે 11 મી ઓવરના અંતિમ બે બોલ પર રમત પલટી નાખી હતી, પહેલા રહાણેને આઉટ કર્યો અને ત્યારબાદ કેમરૂન ગ્રીનને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સિવાય તેને રિંકુ સિંહની મોટી વિકેટ પણ લીધી હતી, જેના કારણે નૂર અહેમદને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

જીત બાદ શું બોલ્યો નૂર અહેમદ?

મેચ પૂરી થયા બાદ નૂર અહેમદે પોતાની સફળતાનું રહસ્ય શેર કરતા જણાવ્યું હતું કે, "હું ટીમની જીતમાં યોગદાન આપીને ખૂબ જ ખુશ છું. મેં હંમેશા મારી આંગળીઓને કોરી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જેથી બોલ પર સારી પકડ મળી રહે. પીચ પર બોલ બેટ પર બરાબર આવી રહ્યો ન હતો, જેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો અને હું ચોક્કસ લાઇન પર બોલ નાખી શક્યો."

ચેન્નઈની શાનદાર જીતનું ગણિત

મેચની વાત કરીએ તો, ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાને 195 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમાં સંજૂ સેમસને ફરી એકવાર શાનદાર બેટિંગ કરતાં 48 રનનું યોગદાન આપ્યું હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી હતી. પરિણામે ચેન્નઈનો 32 રને ભવ્ય વિજય થયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now