Home Automobile No More Diesel Bmw I3 Ev Car With A Range Of 900 Km Will Run

BMW i3 EV બનશે ગેમચેન્જર! : 900 કિમી રેન્જ, સુપરફાસ્ટ ચાર્જિંગ અને ફ્યુચરિસ્ટિક લુક

BMW i3 EV બનશે ગેમચેન્જર!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 01:57 PM IST

BMW i3 : આજે ઇલેક્ટ્રિક કાર ઝડપથી આગળ વધી રહી છે અને ઘણી બાબતોમાં ડીઝલ કાર સાથે કોમ્પિટિશન કરી રહી છે. હાલમાં નવી BMW i3 ઇલેક્ટ્રિક સેડાનને રિવીલ કરવામાં આવે છે, આ કારમાં 900 કિલોમીટર સુધીની રેન્જ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ, મર્સિડીઝ-બેન્ઝ CLA ઇલેક્ટ્રિકની રેન્જ 792 કિલોમીટર હતી. સ્પષ્ટપણે, ઇલેક્ટ્રિક કાર હવે લાંબા અંતરને આવરી લેવામાં સક્ષમ બની રહી છે. આ જ કારણ છે કે, લોકો ધીમે ધીમે ડીઝલ કે પેટ્રોલ કારમાંથી ઇલેક્ટ્રિક કાર તરફ વળી રહ્યા છે.

BMW i3 ની નવી ટેકનોલોજી અને લાંબી રેન્જ

નવી BMW i3 એક લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન છે, જેને 3 સિરીઝનું ઇલેક્ટ્રિક વર્ઝન માનવામાં આવે છે. તે BMW ની નવી 'Neu Klasse' ડિઝાઇન ફિલોસોફી પર આધારિત છે. આ કારમાં 108.7 kWh ની મોટી બેટરી છે, જે તેને 900 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. આ કાર 469bhp અને 645 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જે તેના મજબૂત પરફોર્મન્સમાં ફાળો આપે છે. તેમાં 800V ચાર્જિંગ સિસ્ટમ પણ છે, જે ફાસ્ટ ચાર્જિંગને સક્ષમ બનાવે છે.

ડિઝાઇન અને ઇન્ટિરિયરની વિશેષતાઓ

BMW i3 ની ડિઝાઇન સ્વચ્છ અને સરળ છે, જે તેને મોડર્ન લુક આપે છે. તેની રૂફ પાતળી અને સ્ટાઇલિશ છે. કારની કિડની ગ્રિલ પણ હળવી અને ઓછી દેખાતી બનાવવામાં આવી છે. અંદર, તેનું આંતરિક ભાગ iX3 જેવું જ છે. તેમાં એક મોટી, પેનોરેમિક iDrive સ્ક્રીન છે, જે સમગ્ર ડેશબોર્ડને આવરી લે છે. પરિણામે, કોઈ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નથી. નીચે એક ટચસ્ક્રીન પણ છે, જેના દ્વારા ઘણા ફીચર્સને કંટ્રોલ કરી શકાય છે.

ભારતમાં લોન્ચ સ્થિતિ

નવી BMW i3 નું પ્રોડક્ટસ જર્મનીના મ્યુનિકમાં કરવામાં આવશે અને તે ફ્યૂચરિસ્ટિક કાર જેવી લાગે છે. જોકે, ભારતમાં તેના લોન્ચ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થયેલ માહિતી નથી. BMW ભારતમાં પહેલાથી જ i7 અને iX1 જેવી ઇલેક્ટ્રિક કાર વેચે છે. જોકે, હજુ સુધી નવી i3 કે iX3 અહીં લોન્ચ કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે, i3 પહેલા iX3 ભારતમાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now