Home Automobile Bmws Powerful M 1000 R Superbike Launched In India Know About Price And Premium Features

ભારતમાં BMW ની પાવરફુલ M 1000 R સુપરબાઇક થઈ લોન્ચ! : માત્ર 3.2 સેકન્ડમાં 100 ની સ્પીડ, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં BMW ની પાવરફુલ M 1000 R સુપરબાઇક થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 09:28 AM IST

BMW M 1000 R : ભારતીય રસ્તાઓ પર હવે સ્પીડનો નવો રોમાંચ જોવા મળશે. પ્રીમિયમ કાર અને બાઇક બનાવતી દિગ્ગજ કંપની BMW એ ભારતીય બજારમાં પોતાની સૌથી પાવરફૂલ સુપરબાઇક BMW M 1000 R લોન્ચ કરી દીધી છે. આ બાઇક ખાસ કરીને એવા રાઇડર્સ માટે તૈયાર કરવામાં આવી છે, જેમને હાઇ-સ્પીડ અને પાવરફુલ પરફોર્મન્સનો શોખ છે. સ્પોર્ટી લુક અને મોડર્ન ટેકનોલોજીથી સજ્જ આ બાઇક BMW ની પ્રતિષ્ઠિત 'M' સિરીઝનો એક ભાગ છે.

દમદાર લુક અને ફીચર્સ

BMW M 1000 R માત્ર સ્પીડમાં જ નહીં, પણ લુકમાં પણ ખૂબ પ્રીમિયમ છે. તેમાં આકર્ષક LED લાઈટ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ખાસ 'M' લોગો આપવામાં આવ્યો છે, જે તેને અન્ય બાઇક્સથી અલગ પાડે છે. આ બાઇકમાં હળવા અને મજબૂત M કાર્બન વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાઇડિંગના શોખીનો માટે તેમાં 'Race Pro 1, 2 અને 3' જેવા અલગ-અલગ મોડ્સ મળે છે, આ મોડ્સને રસ્તા અને જરૂરિયાત મુજબ એડજસ્ટ ચેન્જ કરી શકાય છે.

ટેકનોલોજી અને સેફટી

સેફટીની દ્રષ્ટિએ આ બાઇકમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. તેમાં 6-એક્સિસ સેન્સર સાથે ડાયનેમિક ટ્રેક્શન કંટ્રોલ (DTC), વ્હીલી કંટ્રોલ અને એડવાન્સ ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) જેવા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય લાંબી મુસાફરીમાં કમ્ફર્ટ આપવા માટે ગરમ ગ્રિપ્સ (Heated Grips) અને ફોન ચાર્જ કરવા માટે USB પોર્ટ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

પાવરફુલ એન્જિન અને સ્પીડ

આ સુપરબાઇકના એન્જિનની વાત કરીએ તો, તેમાં 999cc નું પાવરફુલ એન્જિન છે, જે 154kW જેટલો પાવર જનરેટ કરે છે. આ બાઇકની સૌથી મોટી ખાસિયત તેની સ્પીડ છે; તે માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે. BMW M 1000 R ની ટોપ સ્પીડ 280 કિમી/કલાક સુધીની છે, જે તેને ટ્રેક અને રોડ બંને પર એક પાવરફૂલ મશીન બનાવે છે.

કિંમત અને કોમ્પિટિટર્સ

BMW M 1000 R ને ભારતમાં CBU (કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ) તરીકે ઇમ્પોર્ટ કરવામાં આવી છે, જેના કારણે તેની કિંમત થોડી પ્રીમિયમ રાખવામાં આવી છે. ભારતીય બજારમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત ₹33.50 લાખ છે. માર્કેટમાં આ બાઇક Ducati Streetfighter V4 જેવી સુપરબાઇક્સને કોમ્પિટિશન આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now