Home Gujarat Nitin Gadkari Reaches Surat To Inspect Delhi Mumbai Expressway

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિરીક્ષણ માટે નીતિન ગડકરી સુરત પહોંચ્યા : રોડ અને હેલિકોપ્ટરથી કરશે વ્યાપક સમીક્ષા

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિરીક્ષણ માટે નીતિન ગડકરી સુરત પહોંચ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 11:05 AM IST

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે તથા દક્ષિણ ગુજરાતના મહત્વના માર્ગ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે સુરત પહોંચ્યા. સાબરકાંઠા અને ગાંધીનગરની મુલાકાત બાદ તેઓ સીધા જ સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાંથી વિલંબ કર્યા વગર તેઓ ઓગ્રેનિક રોડ પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે રવાના થઈ ગયા છે.

રોડ અને હેલિકોપ્ટરથી કરશે વ્યાપક સમીક્ષા

નીતિન ગડકરીનો આ નિરીક્ષણ કાર્યક્રમ અત્યંત વ્યાપક છે. તેઓ સુરત જિલ્લાના બે મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-53 અને NH-48 નાં લગભગ 100 કિલોમીટર લાંબા ભાગનું બાય રોડ નિરીક્ષણ કરશે. ઉપરાંત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના 200 કિલોમીટરના ભાગનો હેલિકોપ્ટર દ્વારા એરિયલ સર્વે પણ કરશે. કુલ મળીને 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેની પ્રગતિનું મૂલ્યાંકન થશે.

મેગા રોડ પ્રોજેક્ટ્સને વધુ ગતિ અપાવશે

આ મુલાકાત માત્ર પ્રગતિની સમીક્ષા પૂરતી જ નહીં પરંતુ પ્રોજેક્ટ્સમાં આવી રહેલી સમસ્યાઓ, અવરોધો અને સ્થાનિક સ્તરે ઉઠતી ફરિયાદોને સ્થળ પર જ સમજવા અને તેના ઉકેલ માટે તાત્કાલિક માર્ગદર્શન આપવા પર પણ કેન્દ્રિત છે. ખાસ કરીને NH-48 અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન અંગે જે પ્રશ્નો ઊભા થયા છે, તેના પર ગડકરી ત્વરિત ધ્યાન આપી યોગ્ય દિશાનિર્દેશ આપે તેવી સ્થાનિક માંગણી પણ વ્યક્ત થઈ છે. ગડકરીનો આ નિરીક્ષણ પ્રવાસ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મેગા રોડ પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now