ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકાથી ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ અને ઇડીની પ્રત્યાર્પણ અનુરોધ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીના ભાઈની યુએસ અધિકારીઓ દ્વારા 4 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી પ્રત્યાર્પણ વિનંતી બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. યુએસ પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, પ્રત્યાર્પણની કાર્યવાહી બે કેસોમાં હાથ ધરવામાં આવી રહી છે, એક પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો કેસ, અને બીજો ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120-B અને 201 હેઠળ ગુનાહિત કાવતરુંનો કેસ છે.
PNB છેતરપિંડીનો કેસ
પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડીના કેસમાં નેહલ મોદી વોન્ટેડ છે. દેશના ઇતિહાસમાં સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંનો એક છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં, નેહલ મોદી યુકેમાંથી પ્રત્યાર્પણનો સામનો કરી રહેલા નીરવ મોદીના ગુનાહિત નાણાંને કાયદેસર બનાવવા માટે કામ કરતી મુખ્ય વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે.
સુનાવણીની તારીખ 17 જુલાઈ છે
નેહલ પર ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને શેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારોના નેટવર્ક દ્વારા ગેરકાયદેસર નાણાં છુપાવવા અને ટ્રાન્સફર કરવામાં મદદ કરવાનો આરોપ છે. પ્રત્યાર્પણ કાર્યવાહી માટે આગામી સુનાવણીની તારીખ 17 જુલાઈ, 2025 નક્કી કરવામાં આવી છે.જો કે, તે પહેલા જામીન માટે અરજી કરી શકે છે





