Home Gujarat Nfsus Center Of Food Technology And Forensics Receives Honor

NFSUના સેન્ટર ઓફ ફૂડ ટેકનોલોજી એન્ડ ફોરેન્સિક્સને મળ્યો સન્માન : CPHI ઇન્ડિયા ફાર્મા એવોર્ડ-2025

NFSUના સેન્ટર ઓફ ફૂડ ટેકનોલોજી એન્ડ ફોરેન્સિક્સને મળ્યો સન્માન
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 11:52 AM IST

India Pharma Awards-2025 : નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ ફૂડ ટેકનોલોજી એન્ડ ફોરેન્સિક્સને ગ્રેટર નોઇડામાં આયોજિત એક સમારોહમાં ડ્રગ અને ફૂડ ફોરેન્સિક્સ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે પ્રતિષ્ઠિત CPHI "ઇન્ડિયા ફાર્મા એવોર્ડ-2025" મળ્યો છે.

"ઇન્ડિયા ફાર્મા એવોર્ડ-2025"

TCS અને ડૉ. રેડ્ડી સહિત દેશ અને વિદેશના સ્પર્ધકોમાંથી ટોચના ત્રણ ફાઇનલિસ્ટની પસંદગી કરવામાં આવી હતી. અંતે, NFSU ને વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો. આ વાર્ષિક એવોર્ડ એવી સંસ્થાઓને માન્યતા આપે છે જેમણે ઉદ્યોગ પર પરિવર્તનકારી અસર કરી છે અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નોંધપાત્ર નવીનતા લાવી છે.

ડૉ. જે.એમ. વ્યાસે શું કહ્યું?

NFSU ના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, આ એવોર્ડ NFSU ના વૈજ્ઞાનિક અભિગમ, ટેકનોલોજીકલ વિશ્લેષણ અને રાષ્ટ્રને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. NFSU ના કેમ્પસ ડિરેક્ટર, પ્રો. પ્રો. (ડૉ.) એસ જુનારેએ જણાવ્યું હતું કે NFSU ખાતે સેન્ટર ફોર ફૂડ ટેકનોલોજી અને ફોરેન્સિક્સ ઔદ્યોગિક ક્ષેત્રમાં વણઉકેલાયેલી સમસ્યાઓના ઉકેલ માટે ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. NFSU ખાતેના આ સેન્ટરથી માત્ર ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર જ નહીં પરંતુ ઘણી વિદેશી ઔદ્યોગિક સંસ્થાઓ પણ લાભ મેળવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી
વડોદરાના દિવાળીપુરામાં કાળમુખી કાર
બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો