ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં 4-મીટર પ્લસ સેગમેન્ટમાં ધૂમ મચાવનારી હ્યુન્ડાઇ ક્રેટા હવે એક મોટા બદલાવ માટે તૈયાર છે. બજારમાં વધી રહેલી હરીફાઈ વચ્ચે પણ ક્રેટા સૌથી વધુ વેચાતી SUV રહી છે. હવે કંપની આ લોકપ્રિય કારનું નેક્સ્ટ જનરેશન મોડલ લાવી રહી છે. હાલમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી તસવીરો પરથી સાબિત થાય છે કે આ નવી કાર માત્ર લુકમાં જ નહીં પરંતુ સાઇઝ અને જગ્યાની બાબતમાં પણ વર્તમાન મોડલ કરતાં ઘણી મોટી હશે. જો તમે પણ ભવિષ્યમાં નવી ક્રેટા ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો ક્રેટાના નેક્સ્ટ જનરેશન મોડલ વિશેની સંપૂર્ણ માહિતી.
નવું પ્લેટફોર્મ અને મોટું કદ
આગામી જનરેશનની ક્રેટાને હ્યુન્ડાઇના નવા K3 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી રહી છે. આ એ જ પ્લેટફોર્મ છે જેના પર નવી કિયા સેલ્ટોસ પણ આધારિત છે. આ નવા આર્કિટેક્ચરના કારણે નવી ક્રેટાની લંબાઈ અને વ્હીલબેઝ પહેલા કરતા નોંધપાત્ર રીતે વધારે હશે. ટેસ્ટિંગ દરમિયાન આ કાર વર્તમાન ક્રેટા કરતાં વધુ લાંબી અને પહોળી દેખાતી હતી. વ્હીલબેઝ વધવાને કારણે કારની કેબિનમાં મુસાફરોને વધુ લેગરૂમ અને પહેલા કરતાં મોટી બૂટ સ્પેસ મળશે.
ટર્બો એન્જિનવાળી કારનું પિકઅપ વધારવાની બેસ્ટ ટિપ્સ: પાવરફુલ પરફોર્મન્સ આપશે એન્જિન, જાણો કેવી રીત
દબંગ બોક્સી ડિઝાઇન અને નવો લુક
ડિઝાઇનની વાત કરીએ તો હ્યુન્ડાઇ હવે તેની જૂની વક્ર 'ફ્લુઇડિક' લાઇનોને સંપૂર્ણપણે વિદાય આપી રહી છે. નવી ક્રેટાને વધુ મોડર્ન અને મજબૂત લુક આપવામાં આવી રહ્યો છે જેમાં બોલ્ડ બોક્સી થીમ જોવા મળશે. તેનું સીધું અને ઊંચું બોનેટ, ફ્લેટ નોઝ અને નવી ડિઝાઇન કરેલી ગ્રિલ તેને પરંપરાગત અને પ્રભાવશાળી SUV લુક આપે છે. આ સાથે કારમાં ફ્યુચરિસ્ટિક પિક્સેલ-સ્ટાઇલ લાઇટિંગ અને કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ પણ મળશે જે રસ્તા પર તેની હાજરીને વધુ પ્રીમિયમ બનાવશે.
5-સ્ટાર સુરક્ષા અને મજબૂત ક્વોલિટી
માત્ર કદ જ નહીં પરંતુ નવા પ્લેટફોર્મના કારણે આ કારની બિલ્ડ ક્વોલિટી પણ પહેલા કરતાં ઘણી મજબૂત હશે. જેના કારણે ક્રેશ ટેસ્ટમાં આ કારને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળવાની પૂરેપૂરી આશા છે. આ સિવાય કારની રાઇડ ક્વોલિટી અને હેન્ડલિંગમાં પણ ઘણો સુધારો જોવા મળશે, જે ડ્રાઇવિંગના અનુભવને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવશે.
ટાટાની લોકપ્રિય 90s SUVનું ઇલેક્ટ્રિક વર્ઝન 30 જૂને થશે લોન્ચ!: ટ્રિપલ સ્ક્રીન, લાંબી રેન્જ અને મોડર્ન ડિઝાઇન સાથે મળશે પ્રીમિયમ અનુભવ
હાઇ-ટેક ફીચર્સ અને આધુનિક કેબિન
ફીચર્સની બાબતમાં નવી ક્રેટા વર્તમાન મોડલ કરતાં બે કદમ આગળ હશે. આ કારમાં એક સંપૂર્ણપણે નવી અને અદ્યતન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, લેવલ 2+ ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) અને ઘણા લક્ઝરી ફીચર્સ પણ સામેલ કરવામાં આવશે. આ ફીચર્સ કારની કેબિનના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે. આ આધુનિક અને મોટી ક્રેટા આવતા વર્ષ સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે.





