Home Automobile Tata Sierra Ev Launch India 2026 Details

ટાટાની લોકપ્રિય 90s SUVનું ઇલેક્ટ્રિક વર્ઝન 30 જૂને થશે લોન્ચ! : ટ્રિપલ સ્ક્રીન, લાંબી રેન્જ અને મોડર્ન ડિઝાઇન સાથે મળશે પ્રીમિયમ અનુભવ

Tata Sierra EV
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 16, 2026, 01:23 PM IST

Tata Sierra EV : ટાટા મોટર્સ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં વધુ એક ધમાકો કરવા માટે તૈયાર છે. તાજેતરમાં લોન્ચ થયેલી Tiago EV ની સફળતા પછી, કંપની હવે તેની આઇકોનિક કાર સીએરાને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક અવતારમાં લાવવા જઈ રહી છે. Tata Sierra EV આગામી 30 જૂન, 2026 ના રોજ ભારતમાં લોન્ચ થવાની છે. આ કારને સૌથી પહેલા Auto Expo 2020 માં અને ત્યારપછી Auto Expo 2023 માં નવા અપડેટ સાથે બતાવવામાં આવી હતી. હવે આ કાર વેચાણ માટે સત્તાવાર રીતે માર્કેટમાં આવી રહી છે.

નવી ડિઝાઇન અને લુક

Tata Sierra EV નો લુક તેના પેટ્રોલ-ડીઝલ (ICE) મોડેલ કરતાં તદ્દન અલગ અને આકર્ષક હશે. આ ઇલેક્ટ્રિક કારમાં આગળની તરફ બંધ ગ્રિલ, નવું પ્રીમિયમ બમ્પર અને ખાસ EV ડિઝાઇન એલિમેન્ટ્સ જોવા મળશે. આ સિવાય, કારમાં આકર્ષક એલોય વ્હીલ્સ આપવામાં આવશે અને તેની બોડી પર સુંદર રીતે '.ev' નું બેજિંગ કરેલું જોવા મળશે, જે તેને વધુ પ્રીમિયમ લુક આપે છે.

આગામી 2 મહિનામાં SUVs માર્કેટમાં થશે મોટો ધમાકો: મોડર્ન ફીચર્સ, પ્રીમિયમ લુક સાથે ભારતીય ઓટો સેક્ટરમાં આવશે નવો ટ્રેન્ડ

પ્રીમિયમ ઇન્ટિરિયર અને હાઇટેક ફીચર્સ

આ કારની અંદરની કેબિન ખૂબ જ આરામદાયક અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. તેના ટોપ વેરિઅન્ટમાં ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ મળી શકે છે, જેમાં 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને પેસેન્જર માટે અલગથી 12.3 ઇંચની ડિસ્પ્લે હશે. આ સિવાય પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટો, હેડ-અપ ડિસ્પ્લે અને પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ જેવા લક્ઝરી ફીચર્સ પણ આપવામાં આવશે.

પાવરફુલ બેટરી અને પરફોર્મન્સ

Tata Sierra EV ને કંપનીના ખાસ acti.ev+ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, જેના પર Harrier EV પણ આધારિત છે. આ કારમાં ગ્રાહકોને 65 kWh અને 75 kWh ના બે શાનદાર બેટરી પેક ઓપ્શન મળી શકે છે. આ કાર રિયર-વ્હીલ-ડ્રાઇવ (RWD) અને ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) બંને ઓપ્શનમાં આવશે, જેથી ગ્રાહકોને ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ મળી શકે.

ચોમાસામાં બાઇક ચલાવતા પહેલાં આ 5 વસ્તુઓ ખાસ ચેક કરો: તમારી એક નાની બેદરકારી વરસાદમાં તમને રસ્તા પર મુશ્કેલીમાં મૂકી શકે છે

અપેક્ષિત કિંમત અને હરીફો

ટાટાની નવી સીએરા EV ની કિંમત ભારતીય બજારમાં અંદાજે 18 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોઈ શકે છે. માર્કેટમાં લોન્ચ થયા પછી આ કાર સીધી રીતે Mahindra BE 6, Hyundai Creta Electric, MG ZS EV, Toyota Ebella અને આગામી Maruti e Vitara જેવી દમદાર કારોને ટક્કર આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now