Cbi deportation of fugitive Udit Khullar: લાંબા સમયથી ભાગેડુ ઉદિત ખુલ્લરને CBI એ INTERPOLની મદદથી આબુધાબીથી ઝડપી પાડ્યો છે. CBI દ્વારા તપાસ કરતા તેનું લોકેશન છેલ્લે આબુધાબીમાં મળી આવ્યું હતું ત્યારબાદ INTERPOLની મદદથી ઉદીતને NCB-આબુધાબીની પોલીસે ઝડપી પાડી ડિપોર્ટ કર્યો હતો, દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ CBIની ટીમ દ્વારા ઉદિત ખુલ્લરને અટકાયતમાં લઇ લેવામાં આવ્યો હતો.
શું આરોપો હતા?
ઉદિત ખુલ્લરે તેના મિત્રોના સહયોગથી સરકારી અને ખાનગી બેંકો પાસેથી રૂપિયા 4.55 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ આ લોન સમયસર ભરપાઈ કરી ન્હોતી અને દેશ છોડી ભાગી ગયો હતો. બાદમાં ઘટસ્ફોટ થયો હતો કે જે પ્રોપર્ટીના નામે તેને લોન લીધી છે તે વાસ્તવમાં તેના નામે હતી જ નહિ અને તેણે આપેલા દસ્તાવેજો પણ બનાવટી હતા.
કઈ રીતે ધરપકડ કરાઈ?
સૌ પ્રથમ દિલ્હી પોલીસે ઉદિત ખુલ્લર પર ફરિયાદ નોંધી હતી ત્યારબાદ આ તપાસ CBIને સોપવામાં આવી હતી. CBI દ્વારા વધુ તપાસ કરતા આરોપી આબુધાબીમાં લોકેટ થયો હતો CBI દ્વારા INTERPOLને જાણ કરાઈ અને આબુ ધાબી પોલીસના NCB યુનિટે તેને પકડી પાડ્યો હતો. અંતે તેને દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ડીપોર્ટ કરાયો.
CBIએ INTERPOLની મદદથી ૧૦૦થી વધુ ભાગેડુઓ પકડ્યા
દેશની સંપત્તિ લઈને ફરાર થનાર ભાગેડુઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં છુપાયા હોય તેને શોધી કાઢવામાં CBIએ છેલ્લા કેટલાક સમયથી વિશેષ અભિયાન છેડ્યું છે. જેના ભાગરૂપે CBI દ્વારા અત્યાર સુધી 100 કરતા વધુ આરોપીઓને INTERPOLની મદદથી ઝડપી પાડ્યા છે. બહુ નહિ જાણીતા એવા વિદેશમાં છુપાયેલા ઠગોને તો CBI શોધી કાઢે છે પરંતુ VVIP અને હાઈપ્રોફાઈલ કેસના આરોપીઓને ક્યારે શોધે છે અને ભારતની જેલોમાં કેદ કરે છે તે એક મોટો પ્રશ્ન છે.






