અમરેલી: કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ,5 જુલાઈ થી ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે શરૂ કરવામાં આવ્યો છે. દર શનિવારે વિદ્યાર્થીઓએ બેગ વિના શાળાએ આવવું રહેશે. અમરેલી જિલ્લાની ખાંભાની પી.સી. કુમાર શાળામાં ત્યાંનાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. ઘટના એમ છે કે શાળાના શિક્ષકોએ શાળાના ગેટને તાળું મારી દીધું અને ચાર વિદ્યાર્થીઓ એક કલાક સુધી જમીન પર બેસી રહ્યા.
જાણો શું છે સમગ્ર ઘટના :
પ્રાપ્ત માહિતી અનુસાર, ખાંભા પી.સી. કુમાર શાળાના શિક્ષકો તરફથી ઘોર બેદરકારી સામે આવ્યાના સમાચાર છે. બન્યું એમ કે શિક્ષકોએ શાળાના ગેટને તાળું મારી દીધું અને શાળાની અંદર ચાર વિદ્યાર્થીઓ ફસાયા હતા. શનિવાર અડધો દિવસ હોવાથી 11 વાગ્યે શાળા છૂટયા છતાં આ બાળકો ઘરે આવ્યા ન હતા. જેથી વાલીઓ ચિંતામાં હતા ત્યારબાદ શાળાએ જતાં જાણવા મળ્યું કે બાળકો કલાકથી ભૂખ્યા તરસ્યા ત્યાં શાળાના ગેટ આગળ બેઠા હતા. ત્યારબાદ, વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી અને શાળાનું તાળું ખોલીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
રેલવેમાં મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર: બુલેટ ટ્રેનના કામે કારણે અનેક ટ્રેનો રદ, જાણો ટ્રેનોના રૂટ અને સમય બદલાયા






