Home Sports New Zealand Captain Mitchell Santner Warned Team India Know What He Said

ન્યૂઝીલેન્ડના કેપ્ટન Mitchell Santner એ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી! : પહેલી T20I પહેલા કહ્યું - 'ભારત જેવી ટીમ...'

ન્યૂઝીલેન્ડના કેપ્ટન Mitchell Santner એ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી!
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 11:54 AM IST

India vs New Zealand 1st T20 Match: ભારત અને ન્યુઝીલેન્ડ T20I સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થશે, જેની પહેલી મેચ નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ શરૂ થાય તે પહેલાં, ન્યુઝીલેન્ડ T20I કેપ્ટન મિશેલ સેન્ટનરે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી હતી. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, વનડે સિરીઝમાં 352 રન બનાવનાર ડેરિલ મિશેલ T20I સિરીઝમાં ભારતીય બોલરોની સામે રન બનાવશે.

અમે ભારતીય બોલરોને હરાવીશું...

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20I પહેલા પ્રેસ કોન્ફરન્સમાં, મિશેલ સેન્ટનરે કહ્યું, "ડેરિલ મિશેલ શરૂઆતમાં સ્પિન સામે સંઘર્ષ કરતો હતો, પરંતુ તેને સખત મહેનત કરી, અને તમે બધાએ તેના પરિણામો જોયા છે. તે સ્પિન સારી રીતે રમી રહ્યો છે. તે ODI માં મિડલ ઓવરોમાં કંટ્રોલ ઇનિંગ્સ રમી શકે છે. આશા છે કે, તે T20I સિરીઝમાં પણ આવું જ કરી શકશે." સેન્ટનરે કહ્યું કે, ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં રમવાની મજા માણે છે, અને સબ-કોંટિનેંટની પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે આ એક મહત્વપૂર્ણ સિરીઝ હશે. ભારત-ન્યુઝીલેન્ડ T20I સિરીઝ 31 જાન્યુઆરીએ સમાપ્ત થશે, 2026 T20I વર્લ્ડ કપ એક અઠવાડિયા પછી 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.

ટીમ ઈન્ડિયાને ચેતવણી

મિશેલ સેન્ટનરે ભારતીય ટીમને ચેતવણી આપતા કહ્યું, "અમને ભારત સામે વિવિધ ફોર્મેટમાં સફળતા મળી છે. સ્વાભાવિક રીતે, અમારું સૌથી મોટું લક્ષ્ય સિરીઝ જીતવાનું અને 2026 ના T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરવાનું છે. ભારત જેવી મજબૂત ટીમ સામે તે જ સ્થિતિમાં રમવું સારું રહેશે, જ્યાં ટૂંક સમયમાં જ અમારો વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે." આજ સુધી, નાગપુરના VCA સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફક્ત એક જ T20 મેચ રમાઈ છે. 2016 માં રમાયેલી તે મેચમાં, ન્યુઝીલેન્ડે ભારતીય બેટિંગ લાઇન-અપને બરબાદ કરી દીધી હતી અને 127 રનના સામાન્ય લક્ષ્યનો બચાવ કર્યો હતો. સેન્ટનરે તે મેચમાં 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now