Home Automobile New Swift And Dzire Rivals 2025 Tata Tiago And Tigor To Be Ready To Launch Know Expected

Suzuki Swiftની હવા થઈ જશે ટાઈટ : TATAની આ 2 કારની થશે ગ્રાન્ડ એન્ટ્રી

Suzuki Swiftની હવા થઈ જશે ટાઈટ
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2024, 08:28 AM IST

ટાટા મોટર્સ પણ તેમની બે કાર Tata Tiago અને Tata Tigor નું 2025નું નવું વેરિએન્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની ઈન ગાડિયન્સ જાન્યુઆરી યા ફેબ્રુઆરી 2025 માં લોન્ચ કરી શકે છે. નવા ફીચર્સ અને એડવાન્સ ટેક્નોલૉજી સાથે ટાટાની આ કારના આગમથી માર્કેટમાં મચી જશે ખલબલી. તો ચાલો જોઈએ કેવી છે આ કાર્સ?

ટાટા ટિયાગો અને ટિગોરની વિશેષતા શું છે?
Tata Tiago અને Tigor ટાટા મોટર્સની બજેટ ફ્રેન્ડ્લી અને એફોર્ડેબલ સેગમેન્ટની સૌથી પાવરફુલ કાર છે. આ કારના હાલના વેરિઅન્ટ્સ 2020માં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ મામલે મળતી માહિતી મુજબ, હવે આ બન્ને મોડલ્સને તેઓ લગભગ 5 વર્ષ પછી અપડેટ કરવા જઈ રહ્યાં છે. આ અપડેટ સાથે, અન્ય કાર્સ જેમકે મારુતિ સ્વિફ્ટ (Maruti Swift), ડિઝાયર (Dzire) અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 નિઓસ (Hyundai Grand i10 NIOS) જેવી કારને પડકાર આપશે.

અપડેટ્સમાં શું અપેક્ષા રાખવી?
આ બંને કારના નવા અપડેટ્સની વાત કરીએ તો તેની એક્સટીરીયરમાં નવા કલરના ઓપ્શન જોવા મળી શકે છે. આ ઉપરાંત હેડલાઈટ્સ અને ટેલલાઈટ્સમાં ડાર્ક ટીંટ જોવા મળી શકે છે. કારમાં ન્યૂ એલોય વિલ્સ પણ સામેલ હશે. આ ઉપરાંત કારના ઈન્ટીરિયર્સની વાત કરીએ તો કારમાં રેરિયર એસી વેન્ટ્સ, સ્ટેટ સેંટર આર્મરેસ્ટ્સ , 10.2 ઈંચની ઇન્ફોટેન સિસ્ટમ (જે એન્ડ્રોઇડ ઓટો અને ઍપલ કાર પ્લે સપોર્ટ પણ કરશે ), સિંગલ-પેન સનરૂફ, વાયરિંગ ચાર્જિંગ અને 7-ઇંચ ETF ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળશે.

નવા ટ્રિમ્સ ( Versions) કરાશે શામેલ
હાલમાં કારમાં XE, XM, XT અને XZ જેવા ટ્રિમ્સનો ઉપયોગ કરાઈ રહ્યાં છે, જેની જગ્યાએ હવે Pure, Adventure, Accomplished અને Creative જેવા ટ્રિમ્સનો થઈ શકે છે ઉપયોગ.

એન્જિન અને પરફોર્મન્સ
એન્જિન અને પરફોર્મન્સની જો વાત કરીએ તો કારોમાં 1.2 લીટરના 3 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલિંગ એન્જિન મળશે, જે ડ્યુઅલ-સિલન્ડર i-CNG ટેકનોલોજી સાથે આવશે. જે દમદાર પરફોર્મન્સની સાથોસાથ જોરદાર માઈલેજ પણ આપશે.

મિડ-લાઇફ અપડેટ
ટાટા મોટર્સે હાલમાં જ ટાટા નેક્સોન (Nexon) અને ટાટા પંચ (Punch)ને નવા ફીચર્સ સાથે લોંચ કરવામાં આવી હતી, જેમાં એક્સટીરીયર ડિઝાઇનમાં વધુ ફેરફાર નહોતા કરાયા. ટિયાગો (Tiago) અને ટીગોર (Tigor) સાથે તે પણ થવાની સંભાવના છે. આમ આ કાર્સ મિડ-લાઈફ અપડેટ સાથે લોન્ચ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now