ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એક સમયે મિડ-સાઈઝ SUV સેગમેન્ટમાં રાજ કરનારી Renault Duster ફરી એકવાર નવા અવતારમાં વાપસી કરી રહી છે. Renault India દ્વારા સત્તાવાર રીતે આ પોપ્યુલર SUVનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે કંપનીએ પુષ્ટિ કરી છે કે નવી જનરેશન Renault Duster ભારતભરમાં 26 જાન્યુઆરી 2026 એટલે કે પ્રજાસત્તાક દિવેશે લોન્ચ કરવામાં આવશે. લાંબા સમયથી આ આઈકોનિક કારની રાહ જોઈ રહેલા ફેન્સ માટે આ મોટા સમાચાર છે.
ટીઝરમાં શું જોવા મળ્યું નવું?
કંપનીએ જાહેર કરેલા ટીઝરમાં SUVની પાછળની ડિઝાઈન અને લાઈટિંગ સિગ્નેચરની ઝલક જોવા મળે છે.
કનેક્ટેડ ટેલ લેમ્પ્સ: ગ્લોબલ મોડલ કરતા અલગ, ભારતીય મોડલમાં પાછળના ભાગે આખી પહોળાઈમાં ફેલાયેલી કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ જોવા મળશે.
નવી LED DRLs: ફ્રન્ટમાં 'Y' આકારની LED ડે-ટાઇમ રનિંગ લાઈટ્સ (DRLs) હશે જે તેને વધુ મોર્ડન લુક આપશે.
મજબૂત ડિઝાઇન: ટીઝર મુજબ નવી ડસ્ટર પહેલા કરતા વધુ બોલ્ડ, મજબૂત અને પ્રીમિયમ દેખાઈ રહી છે.
પ્રીમિયમ ઇન્ટિરિયર અને હાઈ-ટેક ફીચર્સ
નવી Renault Dusterનું કેબિન જૂના મોડલ કરતા તદ્દન અલગ અને લક્ઝુરિયસ હશે: ૧. ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ: તેમાં 10.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી શકે છે. ૨. સેફ્ટી ફીચર્સ: સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા અને સૌથી મહત્વનું Level-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) મળવાની શક્યતા છે. ૩. અન્ય સુવિધાઓ: સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓથી આ કાર સજ્જ હશે.
એન્જિન અને પર્ફોર્મન્સ
રિપોર્ટ્સ મુજબ, ભારતીય બજાર માટે નવી ડસ્ટરમાં બે પેટ્રોલ એન્જિન વિકલ્પો હોઈ શકે છે:
1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન: જે આશરે 156 bhpનો પાવર જનરેટ કરશે.
1.2 લિટર માઈલ્ડ હાઈબ્રિડ એન્જિન: આ એન્જિન સારી માઈલેજ અને પર્ફોર્મન્સનું સંતુલન જાળવશે.
તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક (CVT) ગિયરબોક્સની સાથે 4x4 (ઓલ વ્હીલ ડ્રાઈવ) મોડ મળવાની પણ પ્રબળ શક્યતા છે.
સંભવિત કિંમત અને સ્પર્ધા
માર્કેટ એક્સપર્ટ્સના મતે, નવી Renault Dusterની એક્સ-શોરૂમ કિંમત ₹10 લાખથી ₹18 લાખ ની વચ્ચે હોઈ શકે છે. ભારતમાં લોન્ચ થયા બાદ તેની સીધી ટક્કર Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara અને Toyota Hyryder જેવી દિગ્ગજ કારો સાથે થશે.





















