Home Gujarat New Ministers Will Take Charge Today

નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળશે : હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા સહિતના મંત્રીઓ હોદ્દો સંભાળશે, જાણો મંત્રી મંડળના નવા સભ્યઓનો પરિચય

નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળશે
Published by: OBS Bureau
Last Updated: Oct 18, 2025, 04:19 AM IST

CM Bhupendra Patel : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સરકારમાં મોટી ફેરફાર જોવા મળી છે. આ નવા ગઠન અંતર્ગત, કુલ 19 નવા ચહેરાઓને મંત્રીપદની જવાબદારી આપવામાં આવી છે, તેમજ 6 જૂના ચહેરા જસેથે રાખવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે હર્ષ સંઘવીને રાજ્યના ઉપમુખમંત્રી તરીકે શપથ અપાવવામાં આવ્યા છે, જે રાજકારણમાં એક નવી તૈયારીનું સંકેત આપે છે. હર્ષ સંઘવી અગાઉ ગૃહ રાજ્યમંત્રી તરીકે કાર્યરત હતા અને હવે તેની સાથે વધુ મોટી જવાબદારી અપાઈ છે.

નવા મંત્રીઓ પોતાની-પોતાની ખાતાઓના હોદ્દા પણ સંભાળશે

આજના દિવસ દરમિયાન નવા મંત્રીઓ પોતાની-પોતાની ખાતાઓના હોદ્દા પણ સંભાળશે. વિગતો મુજબ હર્ષ સંઘવી સવારે 11:45 વાગ્યે પોતાનો કાર્યભાર સંભાળશે. પ્રફુલ પાનસેરિયા બપોરે 12:39 વાગ્યે પોતાનો હોદ્દો સંભાળશે. આ પ્રસંગે સરકાર તરફથી નવા મંત્રીઓને આવકારવા માટે વિશેષ ઉજવણી અને ઉત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ બધા ફેરફારો ગુજરાતમાં આગામી ચૂંટણીઓની તૈયારીનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા ચહેરાઓ અને નવી જવાબદારીઓ સાથે ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે વધુ શક્તિશાળી અને જનતાની આશાઓ સાથે જોડાવા માટે તૈયાર જણાઈ રહી છે.

રાજ્ય મંત્રી મંડળના નવા સભ્યઓનો પરિચય

  • કેબિનેટ કક્ષાના મંત્રીઓ

જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી

બેઠક નંબર: 105, ભાવનગર (પશ્ચિમ) મત વિભાગ (ભાવનગર શહેર)

જન્મઃ તા. 28મી જુલાઈ, 1970, વરતેજ

વ્યવસાય: ખેતી અને બાંધકામ

સંસદીય કારકિર્દી: 13 મી અને 14 મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભા દરમિયાન તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૦૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ ઉપરાંત ૧૫મી વિધાનસભાના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે તા. ૨૦મી એપ્રિલ, ૨૦૨૩થી કાર્યરત છે.

શોખ: વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત, પ્રવાસ

નરેશભાઈ મગનભાઈ પટેલ

બેઠક નંબર: 176,

ગણદેવી (અ.જ.જા.) મત વિભાગ (નવસારી જિલ્લો)

જન્મઃ તા 1લી જૂન, 1969, મોગરાવાડી, નવસારી.

વ્યવસાય: ખેતી, વેપાર

સંસદીય કારકિર્દી: 12મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભામાં આદિજાતિ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી.

શોખ: વાંચન, લેખન, સંગીત, ક્રિકેટ.

અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા

બેઠક નંબર: 83, પોરબંદર મત વિભાગ (પોરબંદર જિલ્લો)

જન્મઃ તા. 17 ફેબ્રુઆરી 1957, મોઢવાડા, પોરબંદર.

વ્યવસાય: સામાજિક પ્રવૃત્તિ અને ખેતી

સંસદીય કારકિર્દી: 11મી અને 12મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2003 દરમિયાન શ્રીલંકા ખાતે યોજાયેલી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનના એશિયા વિસ્તારની બીજી કોન્ફરન્સમાં ગુજરાતના ડેલીગેટ તરીકે તેમણે ભાગ લીધો હતો.

શોખ: વાંચન, ટેનિસ, વૃક્ષા રોપણ, યુવક પ્રવૃત્તિઓ, વ્યસન નિર્મૂલન.

ડૉ. પ્રદ્યુમન ગનુભાઇ વાજા

બેઠક નંબર: 92, કોડીનાર (અ.જા.) મત વિભાગ (ગીર-સોમનાથ જિલ્લો)

જન્મઃ તા. 18મી ઓગસ્ટ, 1969, કુતિયાણા.

વ્યવસાય: ડૉક્ટર

સંસદીય કારકિર્દી: ૧૨મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા.

પ્રવૃત્તિઓઃ ટ્રસ્ટી, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન

શોખ: વાંચન, લેખન, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ


રમણભાઇ ભીખાભાઈ સોલંકી

બેઠક નંબર: 109, બોરસદ મત વિભાગ (આણંદ જિલ્લો)

જન્મઃ તા. 28મી એપ્રિલ, 1965, વટાદરા, તા-ખંભાત

વ્યવસાય: નિવૃત્ત શિક્ષક, ખેતી

સંસદીય કારકિર્દી: 15મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તરીકે તા. 12મી ડિસેમ્બર 2022થી કાર્યરત હતા.

પ્રવૃત્તિઓઃ વર્ષ 2005 થી 2010 જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત 202 ઠાકોર સમાજના મંત્રી તરીકે પણ સેવા આપી.

શોખ: વાંચન

રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) :

ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ

બેઠક નંબર: 154, અંકલેશ્વર મત વિભાગ (ભરૂચ જિલ્લો)

જન્મઃ તા. 25મી જૂન, 1965, મુ પો. કુડાદરા, તા. હાંસોટ, ભરૂચ

વ્યવસાય: ખેતી

સંસદીય કારકિર્દી: 11મી, 12મી, 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેઓ સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તા. ૨જી માર્ચ, 2009 થી ૧1લી ફેબ્રુઆરી, 2011 દરમિયાન સંસદીય સચિવ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ તા. ૨જી ફેબ્રુઆરી, 2011 થી તા. 25 મી ડિસેમ્બર, 2012 દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી છે, તા. 7મી ઓગસ્ટ, 2016 થી તા. 25મી ડિસેમ્બર, 2017 દરમિયાન સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો છે તેમજ ડિસેમ્બર, 2017 થી સપ્ટેમ્બર, 2021 દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્વતંત્ર હવાલા અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય મંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું હતું. વધુમાં તેઓએ, વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિ, પંચાયતી રાજ સમિતિ તેમજ ખાતરી સમિતિના સભ્ય-પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.

શોખ: વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, સમાજસેવા, વૃક્ષારોપણ.


ડૉ. મનીષા રાજીવભાઈ વકીલ

બેઠક નંબર: 141, વડોદરા (અ.જા) મત વિભાગ (વડોદરા શહેર)

જન્મઃ તા. 25મી માર્ચ 1975, વડોદરા

વ્યવસાય: સુપરવાઈઝર અને શિક્ષક, બ્રાઈટ ડે સ્કૂલ

સંસદીય કારકિર્દી: 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેમણે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે સપ્ટેમ્બર-2021 થી ડિસેમ્બર-2022 દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.

શોખ: વાંચન

રાજ્ય કક્ષાના મંત્રીઓ

કાંતિલાલ શિવલાલ અમૃતિયા

બેઠક નંબર: 65, મોરબી મત વિભાગ (મોરબી જિલ્લો)

જન્મઃ તા. 8મી માર્ચ, 1962, જેતપુર, તા. જિ. મોરબી.

વ્યવસાય: ખેતી, ઉદ્યોગ, શિક્ષણ

સંસદીય કારકિર્દી: 9મી, 10મી, 11મી, 12મી તેમજ 13મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા.

શોખ: વાંચન, સમાજસેવા, પ્રવાસ, રમતગમત, ક્રિકેટ, ટેનિસ, તરણ

રમેશભાઈ ભુરાભાઈ કટારા

બેઠક નંબર: 129, ફતેપુરા (અ.જ.જા.) મત વિભાગ (દાહોદ જિલ્લો)

જન્મઃ તા. 4થી મે, 1975, હિંગલા.

વ્યવસાય: ખેતી

સંસદીય કારકિર્દી: 13મી અને 14મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે સપ્ટેમ્બર-2021 થી ડિસેમ્બર-2022 દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્યદંડક તરીકે સેવાઓ આપી હતી.

પ્રવૃત્તિઓઃ સભ્ય, જિલ્લા પંચાયત-દાહોદ

શોખ: વાંચન, સમાજસેવા

દર્શનાબહેન મુકેશભાઈ વાઘેલા

બેઠક નંબર: 56, અસારવા મત વિભાગ (અમદાવાદ શહેર)

જન્મઃ તા. 5મી સપ્ટેમ્બર, 1972, અમદાવાદ

વ્યવસાય: પૂર્વ શાળા આચાર્ય

પ્રવૃત્તિઓઃ અમદાવાદ મહાનગરપાલિકામાં બે સમયાવધિ સુધી કોર્પોરેટર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ 2010 થી 2013 દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે સેવાઓ આપી છે. તેઓ સફાઈ કામદાર નિગમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં વાલ્મિકી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.

શોખ: વાંચન, વક્તત્વ

કૌશિકભાઇ કાંતિભાઇ વેકરિયા

બેઠક નંબર: 95, અમરેલી મત વિભાગ (અમરેલી જિલ્લો)

જન્મઃ તા. 9મી જૂન, 1986, મોજે. ખીચા, તા. ધારી, જિ. અમરેલી.

વ્યવસાય: ખેતી, વ્યવસાય (શ્રી દ્રોણેશ્વર પેટ્રોલિયમ)

સંસદીય કારકિર્દી: 15મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકશ્રી તરીકે તા. 12મી ડિસેમ્બર 2022થી કાર્યરત હતા.

પ્રવૃત્તિઓઃ ડિરેકટર, ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાઈનાન્સ બોર્ડ, તા. 29/03/2016 થી કાર્યરત. પૂર્વ ડિરેકટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી.

શોખ: રાજપુરૂષોની જીવનગાથા અને વિશ્વના રાજકીય ઈતિહાસનું વાંચન, સામાજિક પ્રવૃત્તિઓ, જનસંપર્ક, પ્રવાસ, સિંહ દર્શન

પ્રવિણકુમાર ગોરધનજી માળી

બેઠક નંબર: 13, ડિસા મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)

જન્મઃ તા. 8મી માર્ચ 1985, ડિસા.

વ્યવસાય: ખેતી અને વેપાર

પ્રવૃત્તિઓઃ સંયોજક, પ્રદેશ ભારતીય જનતા પક્ષ દસ્તાવેજીકરણ વિભાગ. ટ્રસ્ટી, મહાત્મા જ્યોતિબા ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડિસા.

શોખ: વાંચન, સાયક્લિંગ, વોલીબોલ

ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત

બેઠક નંબર: 172, નિઝર (અ.જ.જા.) મત વિભાગ (તાપી જિલ્લો)

જન્મઃ તા. ૧લી જૂન, 1975, કટારાવાણ, તા. ઉચ્છલ (તાપી)

વ્યવસાય: ખેતી અને પશુપાલન

પ્રવૃત્તિઓઃ પ્રમુખ, ભારતીય જનતા પક્ષ, તાપી જિલ્લો

શોખ: લેખન, વાંચન, સાંસ્કૃતિક કાર્યક્રમ

ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા

બેઠક નંબર: 4, અંજાર મત વિભાગ (કચ્છ જિલ્લો)

જન્મઃ તા. 1લી જૂન, 1962, રતનાલ, તા. અંજાર, જિ. કચ્છ

વ્યવસાય: નિવૃત આચાર્ય

પ્રવૃત્તિઓઃ વર્ષ 2000 થી 2010 સુધી અંજાર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ વર્ષ 2010 થી 2015 સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી.

શોખ: વાંચન

કમલેશભાઇ રમેશભાઈ પટેલ

બેઠક નંબર: 113, પેટલાદ મત વિભાગ (આણંદ જિલ્લો)

જન્મઃ તા. 12મી એપ્રિલ, 1970, સંતોકપુરા, તા. બોરસદ

વ્યવસાય: ખેતી અને નોકરી (આચાર્યશ્રી, શાહપુર હાઇસ્કુલ)

પ્રવૃત્તિઓઃ તેમણે પેટલાદ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના મંત્રી તેમજ પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.

શોખ: વાંચન અને સમાજસેવા

સંજયસિંહ વિજયસિંહ મહિડા

બેઠક નંબર: 118, મહુધા મત વિભાગ (ખેડા જિલ્લો)

જન્મઃ તા. 20મી ઓકટોબર, 1979, ત્રાણજા, તા. માતર

વ્યવસાય: ખેતી અને વેપાર

પ્રવૃત્તિઓઃ પ્રમુખ-તાલુકા પંચાયત-નડિયાદ, પૂર્વ ચેરમેન-કારોબારી સમિતિ-તાલુકા પંચાયત, તાલુકા સંગઠન મહામંત્રી ૨૦૨૦ સુધી, મંત્રી-મહિડા મેલડી માતાજી મંદિર સેવા સમાજ ટ્રસ્ટ, પૂર્વ કોષાધ્યક્ષ-જિલ્લા યુવા મોરચો, શિવાજી ફાઉન્ડેશન ખાતે સેવા પ્રવૃત્તિમાં સક્રિય.

શોખ: વાંચન અને સંગીત

પુનમચંદ ધનાભાઈ બરંડા

બેઠક નંબર: 30, ભિલોડા (અ.જ.જા.) મત વિભાગ (અરવલ્લી જિલ્લો)

જન્મઃ તા. 1લી જૂન, 1959, વાંકાટીંબા

વ્યવસાય: ખેતી

પ્રવૃત્તિઓઃ ભારતીય જનતા પક્ષના પ્રદેશ આદિજાતી મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી.

શોખ: વાંચન તથા રમત-ગમત

સ્વરૂપજી સરદારજી ઠાકોર

બેઠક નંબર: 7, વાવ મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો)

જન્મઃ તા. 1લી જૂન 1979, બૈયક

વ્યવસાય: ખેતી, વ્યાપાર

પ્રવૃત્તિઓઃ ઉપપ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

શોખ: વાંચન

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા

બેઠક નંબર: 78, જામનગર (ઉત્તર) મત વિભાગ (જામનગર જિલ્લો)

જન્મઃ તા. 5મી સપ્ટેમ્બર, 1990, રાજકોટ

વ્યવસાય: સમાજસેવા

પ્રવૃત્તિઓઃ સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ. કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ વગેરેને લગતી પ્રવૃત્તિઓ તથા તે અંગેની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સમાજ સુધી પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલા છે.

શોખ: વાંચન, પ્રવાસ અને સમાજસેવા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય