Home Automobile New Kia Seltos 2026 Vs Hyundai Creta Comparison Suv Segment Price Features

મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં જામશે જંગ : ન્યૂ જનરેશન KIA SELTOS 2026 લોન્ચ, શું CRETAનું વર્ચસ્વ ઘટશે?

મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં જામશે જંગ
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 03:00 PM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં સ્પર્ધા ફરી એકવાર તેજ બની છે. કિયા મોટર્સે તેની લોકપ્રિય SUV ન્યૂ કિયા સેલ્ટોસ 2026ને નવા અવતારમાં રજૂ કરી છે. આ નવી જનરેશનની કાર પહેલા કરતા વધુ મોટી, આધુનિક અને પ્રીમિયમ ફીચર્સ સાથે સજ્જ છે. બીજી તરફ હ્યુન્ડાઈ ક્રેટા લાંબા સમયથી આ સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રહી છે. હવે ગ્રાહકોમાં એ ચર્ચા છે કે નવી સેલ્ટોસ શ્રેષ્ઠ છે કે ક્રેટા હજુ પણ મેદાન મારી જશે.

કિંમતના મોરચે કઈ કાર છે આકર્ષક?

ન્યૂ કિયા સેલ્ટોસ 2026 ની સત્તાવાર કિંમતોની જાહેરાત 2 જાન્યુઆરી 2026ના રોજ થવાની છે. હાલમાં તેનું બુકિંગ 25,000 રૂપિયાના ટોકન અમાઉન્ટ સાથે શરૂ કરી દેવામાં આવ્યું છે. અંદાજ મુજબ આ કારની શરૂઆતની કિંમત 11.20 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેની સરખામણીમાં હ્યુન્ડાઈ ક્રેટાની કિંમત 10.73 લાખથી શરૂ થઈને 20.20 લાખ રૂપિયા સુધી જાય છે. બજેટને પ્રાધાન્ય આપતા ગ્રાહકો માટે ક્રેટા થોડી સસ્તી સાબિત થઈ શકે છે.

પરિમાણ અને અંદરની સુવિધા

કદ અને સ્પેસની બાબતમાં નવી જનરેશન સેલ્ટોસમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ કારની લંબાઈ અને પહોળાઈમાં વધારો થયો છે. તેનો વ્હીલબેઝ પણ મોટો હોવાને કારણે પાછળની સીટ પર બેસનારા મુસાફરોને વધુ લેગ સ્પેસ મળશે. તેમજ સામાન રાખવા માટે બૂટ સ્પેસમાં પણ સુધારો થયો છે. જોકે હ્યુન્ડાઈ ક્રેટા પણ આરામદાયક મુસાફરી માટે જાણીતી છે પરંતુ કદના આંકડામાં નવી સેલ્ટોસ થોડી સરસાઈ મેળવે છે.

એન્જિન પર્ફોર્મન્સ અને આધુનિક ફીચર્સ

બંને SUVમાં એન્જિનના વિકલ્પો લગભગ સમાન છે. પેટ્રોલ અને ડીઝલ એન્જિનની ક્ષમતામાં ખાસ મોટો તફાવત જોવા મળતો નથી. પરંતુ ન્યૂ કિયા સેલ્ટોસ 2026માં ટર્બો પેટ્રોલ એન્જિન સાથે નવું ક્લચલેસ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે જે ક્રેટામાં ઉપલબ્ધ નથી. બીજી તરફ ફીચર્સની વાત કરીએ તો સેલ્ટોસમાં મોટી ટચસ્ક્રીન, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે અને હેડ-અપ ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળે છે. જ્યારે સુરક્ષા માટે બંને કારમાં પેનોરામિક સનરૂફ, બોસ સાઉન્ડ સિસ્ટમ અને લેવલ-2 ADAS જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now