Home Automobile New Hyundai Verna Facelift 2026 Launch Soon Features Design Engine Update

HONDA CITYને ટક્કર આપવા આવી રહી છે નવી HYUNDAI VERNA : લૂક અને ફીચર્સ જોઈને તમે થઈ જશો દીવાના

HONDA CITYને ટક્કર આપવા આવી રહી છે નવી HYUNDAI VERNA
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 04:45 PM IST

ભારતીય કાર માર્કેટમાં જ્યારે પણ મીડ સાઈઝ સેડાન કારની વાત થાય છે ત્યારે હોન્ડા સિટી અને હ્યુંડાઇ વર્નાનું નામ સૌથી પહેલા આવે છે. હવે હ્યુંડાઇ પોતાની લોકપ્રિય સેડાન વર્નાને એક નવા અવતારમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ કંપની 2026 માટે વર્નાનું ફેસલિફ્ટ મોડલ તૈયાર કરી રહી છે જે વિદેશમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. આ નવી કારમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે.

ડિઝાઇનમાં જોવા મળશે મોટો બદલાવ હ્યુંડાઇ વર્ના ફેસલિફ્ટમાં સૌથી વધુ ધ્યાન તેની ડિઝાઇન પર આપવામાં આવશે. કારના આગળના ભાગમાં નવી ગ્રીલ અને પહેલા કરતાં વધુ શાર્પ બમ્પર જોવા મળી શકે છે જે તેને એક દમદાર અને સ્પોર્ટી લુક આપશે. હેડલાઇટ્સની ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર થઈ શકે છે પરંતુ વર્તમાન સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ યથાવત રાખવામાં આવશે તેવી શક્યતા છે. આ ઉપરાંત કારના પાછળના ભાગમાં અને બોનેટ પર પણ નાના મોટા ફેરફારો કરવામાં આવશે જેથી તે વધુ મોર્ડન અને ફ્રેશ દેખાય.

કેબિન અને ઇન્ટિરિયર નવી વર્ના ફેસલિફ્ટમાં અંદરની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર નહીં હોય પરંતુ વર્તમાન લેઆઉટને વધુ પ્રીમિયમ બનાવવામાં આવશે. ડેશબોર્ડ પર ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ યથાવત રહી શકે છે પરંતુ તેમાં નવા અને ઉપયોગી ફીચર્સ ઉમેરવામાં આવશે. ગ્રાહકોને આકર્ષવા માટે સીટ મટિરિયલમાં સુધારો કરવામાં આવશે અને અલગ અલગ વેરિયન્ટ મુજબ નવા ફીચર્સ આપવામાં આવશે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય કેબિનને વધુ આરામદાયક અને યુઝર ફ્રેન્ડલી બનાવવાનો રહેશે.

એન્જિન અને પરફોર્મન્સ એન્જિનની બાબતમાં આ નવી કારમાં કોઈ મોટા ફેરફારની આશા નથી. તેમાં વર્તમાન 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન યથાવત રાખવામાં આવશે. આ બંને એન્જિન તેમના શાનદાર પાવર અને સ્મૂધ ડ્રાઇવિંગ માટે જાણીતા છે. ગિયરબોક્સના વિકલ્પો પણ પહેલા જેવા જ રહેશે જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ઓપ્શન મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now