Home Gujarat New Alchemy To Deliver Tobacco To Bhavnagar District Jail

ભાવનગર જેલમાં તમાકુ પહોંચાડવાનો નવો કીમિયો : 'નશાનો દડો' કોણ ફેંકી ગયો!, સુરક્ષા પર ઉઠ્યા સવાલ!

ભાવનગર જેલમાં તમાકુ પહોંચાડવાનો નવો કીમિયો
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 07:08 AM IST

Bhavnagar News : ભાવનગરની જિલ્લા જેલમાં કેદીઓને તમાકુ પહોંચાડવાનો એક નવો કીમિયો સામે આવ્યો છે, જેના કારણે જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. જેલની અંદર અને બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ અજાણ્યા શખ્સોએ જેલની બહારથી રૂમાલનો દડો બનાવી તેમાં તમાકુ અને શંકાસ્પદ પ્રવાહી ભરી જેલની અંદર ફેંકી દીધું હતું.

જેલમાં ક્યાંથી આવ્યો નશાનો દડો?

જેલ અધિકારીઓને તપાસ દરમિયાન જેલની અંદર પડેલો રૂમાલનો દડો મળી આવ્યો હતો. આ દડાની તપાસ કરતાં તેમાં ગુટખા, તમાકુની પડીકીઓ, માવાની પડીકી, દેશી તમાકુ તેમજ પ્લાસ્ટિકની બોટલમાં લાલ રંગનું શંકાસ્પદ પ્રવાહી ભરેલું હોવાનું સામે આવ્યું છે. આ તમામ સામગ્રી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જેલની અંદર ફેંકી દેવાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ ફરિયાદ નોંધાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા જેલના ગ્રૂપ-2ના જેલરે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ ઘટનામાં સામેલ અજાણ્યા શખ્સોને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર જેલની સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ હોવાની ચિંતા ઊભી કરી છે. જેલ પ્રશાસન દ્વારા હવે સુરક્ષા વધુ મજબૂત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now