Home Gujarat New Alchemy Of Liquor Smuggling By Bootleggers In Bhavnagar

ભાવનગરમાં બુટલેગરો દ્વારા દારૂ હેરાફેરીનો નવો કીમિયો : 'મિકેનિક સ્ટાઇલ'માં સંતાડી હતી 204 દારૂની બોટલ, 4 સામે નોંધાયો ગુનો

ભાવનગરમાં બુટલેગરો દ્વારા દારૂ હેરાફેરીનો નવો કીમિયો
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 04:59 AM IST

ભાવનગર જિલ્લામાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે એક નવી અને ચોંકાવનારી રીત અપનાવવાની ઘટના સામે આવી છે. વિદેશી દારૂનો જથ્થો લાવવા માટે બુટલેગરોએ મેકેનિક સ્ટાઇલનો કીમિયો અજમાવ્યો હતો, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી તેમની યોજના નિષ્ફળ સાબિત થઈ છે.

ગીયરબોક્ષમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુવાના નેસવડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ખાનગી બસને રોકી હતી. આ બસ સુરતથી ઉના જઈ રહી હતી. ચેકિંગ દરમિયાન બસની ડીકીમાં પડેલા એક ગીયરબોક્ષ પર પોલીસને શંકા જતા તેની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગીયરબોક્ષની અંદર ખૂબ જ કુશળતાથી છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

મુદ્દામાલ જપ્ત કરી ચાર વ્યક્તિને ઝડપ્યા

પોલીસે બાતમીના આધારે કરેલી ચેકિંગમાં વિદેશી દારૂની બોટલ નંગ 204 મળી આવી હતી. આ દારૂ ગીયરબોક્ષની અંદર છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે બુટલેગરોની નવી રીતને દર્શાવે છે. પોલીસે વિદેશી દારૂ, ગીયરબોક્ષ અને ખાનગી બસ સહિત કુલ રૂ. 25,73,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે તપાસ દરમિયાન વધુ બે શખ્સોના નામ ખુલતા પોલીસે કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now