Home Sports National Sports Pm Modi To Every One Congratulate Team India For Champions Trophy

ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય : PM મોદીથી લઈ તમામ દિગ્ગજોએ કર્યા ભરપેટ વખાણ

ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2025, 06:01 PM IST

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાના નામ કરી દીધી છે, ટીમ ઈન્ડિયાની જીત બાદ કરોડો દેશવાસીઓએ ઉજવણી કરી, તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો. ટીમ ઈન્ડિયાની જીત થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ રાજકીય દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા.  પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે તો ટીમ ઈન્ડિયાની જીત પર વીડિયો બનાવીને શુભકામના આપી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી કે- એક અસાધારણ રમતનું અસાધારણ પરિણામ...  ICCચેમ્પિયન્સ ટ્રોફી ઘરે આવી રહી છે તેનો દરેક દેશવાસીને ગર્વ છે, ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, ભારતીય ટીમને ખૂબ અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ

ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે- એક એવી જીત જેને ઈતિહાસ બનાવી દીધો, ICCચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન...  ટીમ ઈન્ડિયા આગળ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહે તેવી શુભકામના...

ગૃહમંત્રી અમિત શાહની પોસ્ટ

રક્ષામંત્રી રાજનાથસિંહે લખ્યું કે- ભારતીય ક્રિકેટ ટીમનું આ શાનદાર પ્રદર્શન છે, ભારત આ જીતથી ખૂબ જ ખુશ છે, આ જીત યુવાઓને પ્રેરણા આપશે.

રક્ષામંત્રી રાજનાથસિંહની પોસ્ટ

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે- ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન ટ્રોફી જીતવા બદલ ખૂબ અભિનંદન... શાનદાર જીત બોય્સ!   એક એક ખેલાડી એક અરબ દિલને ખુશ કરી દીધા છે. અભિનંદન ચેમ્પિયન્સ

વિપક્ષ નેતા રાહુલ ગાંધીની પોસ્ટ

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું- ઐતિહાસિક વિજય, ચેમ્પિયન્સને અભિનંદન...  દરેક ખેલાડી પર દેશવાસીઓને ગર્વ છે.  શિવસેના ઉદ્ધવજૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે- ખૂબ જ સરસ, આ જીત પર કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીરને સેલ્યૂટ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now