Samsung નો નવો સ્માર્ટફોન Galaxy Z Fold 7 અને Flip 7 ફોન સહિતના બીજા ગણા મોડલ્સ થી ભરેલા ટ્રકની ચોરી કરવામાં આવી. અંદાજે 12,000 Samsung ફોનની ચોરી થઈ. ઘટનાસ્થળથી ટ્રક ગુમ થઇ ગયો, જેના પછી કન્ટેનર તો મળ્યો પરંતુ તેમાંથી ફોન ગાયબ હતા.
એક મેડિયા રિપોર્ટ અનુસાર લંડનના હીથ્રો એરપોર્ટ નજીક Samsung ના ડિવાઇસથી ભરેલો એક ટ્રકની ચોરી કરવામાં આવી છે. જેમાં અંદાજે 12,000 Galaxy Z Fold 7, Z Flip 7, Galaxy Watch 8, Galaxy S25 અને Galaxy A16 મોડલ્સ સામેલ છે. ચોરી થયેલ ડિવાઇસની કુલ કિંમત 9-10 મિલિયન યુરો, એટલે ભારતમાં લગભગ 100 કરોડ રૂપિયાથી પણ વધારેની ચોરી થઇ છે.
રિપોર્ટ અનુસાર, ટ્રક એરપોર્ટથી વેરહાઉસ તરફ જતો હતો પરંતુ વચ્ચે જ તેને રોકી લેવામાં આવ્યો. તેના પર બ્રિટીશ પોલીસની તપાસ ચાલુ છે. Samsung એ કીધું કે, આ ફોનને વીમા હેઠળ કવર કરવામાં આવ્યા છે, તેથી કોઈ નાણાકીય નુકસાન થશે નહીં.
Samsung Galaxy Z Fold 7 ના 12GB RAM/256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,74,999 રૂપિયા અને 12GB RAM/512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,86,999 રૂપિયા છે. અને Samsung Galaxy Z Flip 7 ના 12GB RAM/256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,09,999 રૂપિયા, અને 12GB RAM/512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,21,999 રૂપિયા છે. અને Samsung Galaxy S25 ની ભારતમાં શરૂઆતની કિંમત 80,999 રૂપિયા લોન્ચ કરવામાં આવ્યો હતો.





