Home International Nasa Supercomputer Earth Life End Prediction Gujarati

નવી ભવિષ્યવાણી! ભયાનક વિસ્ફોટો પૃથ્વી અને જીવન બંનેનો આવશે અંત : જાણો શું કહે છે આ સ્ટડી

સૂર્યની વધતી ગરમીથી પૃથ્વીનું વાતાવરણ બદલાયું
Published by: Viral Patel
Last Updated: Apr 16, 2026, 01:06 PM IST

NASA prediction: નાસ્ત્રેદમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ચોંકાવનારી અને ડરામણી હોય છે, પરંતુ હવે આ બંનેની આગાહીઓ કરતા પણ વધુ ગભરાવી દે તેવી ભવિષ્યવાણી સામે આવી છે. એક નવા 'બાબા' સામે આવ્યા છે, જેમણે પૃથ્વી અને જીવનના અંતને લઈને ભવિષ્યવાણી કરી છે.

અમેરિકાની સ્પેસ એજન્સી NASA ના સુપરકોમ્પ્યુટરે ભવિષ્યવાણી કરી છે કે પૃથ્વી અને જીવનનો અંત ક્યારે થશે? સુપરકોમ્પ્યુટર કહે છે કે પૃથ્વી પર 100 કરોડ વર્ષ પછી જીવન ખતમ થઈ જશે. તમામ પશુ-પક્ષીઓ અને મનુષ્યો મૃત્યુ પામશે. સૂર્યની વધતી જતી ગરમી અને પ્રકાશને કારણે પૃથ્વી પર ધડાકા થશે, જેનાથી પૃથ્વીમાં છિદ્રો પડશે. ઓક્સિજન લીક થવાને કારણે હવામાં ઓક્સિજનની અછત સર્જાશે, જેના લીધે મનુષ્યો અને જીવજંતુઓ શ્વાસ લઈ શકશે નહીં.

આ પણ વાંચો: Akasa Airline નો મોટો નિર્ણય : ભારત-વિયેતનામની કનેક્ટિવિટીમાં આવશે ક્રાંતિ, જાણો સંપૂર્ણ વિગતો

નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ

નાસાના વૈજ્ઞાનિક કાઝુમી ઓઝાકી અને ક્રિસ્ટોફર ટી. રેઈનહાર્ડે આ અભ્યાસ કર્યો છે, જે નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે. બંને વૈજ્ઞાનિકો કહે છે કે જૂના સંશોધનમાં પૃથ્વી અને જીવનના અંત માટે 200 કરોડ વર્ષનો સમય જણાવવામાં આવ્યો હતો, પરંતુ નવા સંશોધન મુજબ પૃથ્વી અને જીવનનો અંત 100 કરોડ વર્ષ પછી જ થઈ જશે. 100 કરોડ વર્ષ પછી પૃથ્વી પર હવામાં ઓક્સિજન એક ટકાથી પણ ઓછો રહી જશે.

ઓક્સિજનની અછત

વૈજ્ઞાનિક ઓઝાકી અને રેઈનહાર્ડ કહે છે કે પૃથ્વી પર ઓક્સિજનની અછતથી જીવનનો અંત આવશે. ત્યારબાદ સૂર્યની વધતી ગરમી જીવનનો નાશ કરશે. જો ઓક્સિજન નહીં મળે તો મનુષ્યો અને પ્રાણીઓ મરી જશે. વૃક્ષો અને છોડ સુકાઈને ખતમ થઈ જશે. માત્ર બેક્ટેરિયલ લાઈફ જ બચશે. આ આજથી બરાબર વર્ષ 1000002021ની આસપાસ થશે. પહેલા ઓક્સિજનની અછત સર્જાશે, પછી સૂર્યની ગરમી વધવાથી પૃથ્વી સુકાઈ જશે.

આ પણ વાંચો: અમેરિકા-ઇરાન તણાવ વચ્ચે $100 અબજના ‘ફ્રોઝન એસેટ્સ’ પર રાજકારણ! : ટ્રમ્પ માટે કેમ બન્યું સૌથી મોટું ચેલેન્જ?

સૂર્યના કિરણો

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પૃથ્વીના કાર્બોનેટ-સિલિકેટ સાયકલ અને સૂર્યના કિરણોને કારણે ઓક્સિજન ખતમ થઈ જશે. આજે છોડ અને સૂક્ષ્મ જીવો ઓક્સિજન બનાવે છે અને કાર્બન ડાયોક્સાઈડ છોડે છે, પરંતુ ભવિષ્યમાં તેઓ આટલી ગરમીમાં જીવી શકશે નહીં. જ્યારે છોડ અને સૂક્ષ્મ જીવો નહીં રહે ત્યારે ઓક્સિજન બનશે નહીં. ઓક્સિજનની અછત અને સૂર્યની તપશ વધવાથી પૃથ્વી સુકાઈ જશે. ધીમે ધીમે ઓક્સિજન ખતમ થવાથી જીવનનો અંત આવશે.

સમુદ્રનું પાણી વરાળ બનશે

નાસાના એસ્ટ્રોબાયોલોજી ઇન્સ્ટિટ્યૂટના ડેટા મુજબ, સૂર્ય દરરોજ ગરમ થઈ રહ્યો છે. તેની ચમક પણ વધી રહી છે. જ્યારે સૂર્યના ધગધગતા કિરણો પૃથ્વી પર પડશે ત્યારે પૃથ્વીની સપાટી સુકાઈ જશે. સમુદ્રનું પાણી વરાળ બનીને હવામાં ઉડી જશે અને ઓક્સિજન બનવાનું બંધ થઈ જશે. આજે પૃથ્વીની હવામાં 20 ટકા ઓક્સિજન છે, જે છોડ અને નાના જીવો બનાવે છે, પરંતુ સૂર્યની ગરમી વધવાથી આ સજીવો નાશ પામશે.

ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ

વૈજ્ઞાનિકોના મતે, સુપરકોમ્પ્યુટરે સૂર્યની તેજસ્વીતા, પૃથ્વીના હવામાન અને કેમિકલ સાયકલના આધારે ગણતરી કરી છે. રિસર્ચ કહે છે કે 2.5 અબજ વર્ષ પહેલાં જે થયું હતું, બરાબર તેવું જ 100 કરોડ વર્ષ પછી થશે. 2.5 અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર ઓક્સિજન ખૂબ જ ઓછો હતો, પરંતુ જ્યારે નવા જીવોએ ઓક્સિજન બનાવવાનું શરૂ કર્યું ત્યારે જૂનું તમામ જીવન નાશ પામ્યું. આજે આપણે તે જ નવા ઓક્સિજનવાળી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. નવા જીવો દ્વારા ઓક્સિજન બનાવવાની પ્રક્રિયાને 'ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ' કહેવામાં આવે છે.

આ પણ વાંચો: US–Iran યુદ્ધમાં નવો વળાંક : ઈરાનનો અમેરિકાને પડકાર, હોર્મુઝમાં જહાજો ડૂબાડવાની અને હુમલાની ચેતવણી

શું મનુષ્ય જીવતો બચશે?

વૈજ્ઞાનિકો કહે છે કે 100 કરોડ વર્ષનો સમય ઘણો લાંબો છે. જો મનુષ્ય ઈચ્છે તો બીજા ગ્રહો પર જીવન શોધીને ત્યાં વસી શકે છે. જલવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) જેવા સંકટો ઉકેલી લે તો પણ બચી શકે છે. જો નવી ટેકનોલોજીથી ઓક્સિજન બનાવી શકાય તો કુદરતી ઓક્સિજનની જરૂર પડશે નહીં. આજે છોડને કારણે જ ઓક્સિજન છે. સૂર્યની ગરમી વધવાથી આ ઓક્સિજન ખતમ થશે. તેથી જ અવકાશ વિજ્ઞાનીઓ બીજા ગ્રહો પર જીવન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ એક ભયાનક સત્ય છે કે ઓક્સિજન મળશે તો જ મનુષ્ય જીવતો રહી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now