Home Gujarat Narmada Heavy Rain Dediapada Tribal Mahasammelan

ચૈતર વસાવાને છોડાવવા ધોધમાર વરસાદ વચ્ચે આદિવાસીઓ ઉમટ્યાં : ડેડીયાપાડામાં આદિવાસી મહાસંમેલન, ગુજરાતમાં AAPનું એપી સેન્ટર બન્યું નર્મદા

નર્મદામાં લોકોનું ટોળું
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 02, 2026, 07:32 AM IST

નર્મદા: જિલ્લામાં શુક્રવારની સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજપીપળા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ડેડીયાપાડામાં યોજાનારા ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી મહાસંમેલન પર વરસાદની કોઈ ખાસ અસર જોવા મળી નથી. સતત વરસાદ છતાં મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચતા રહ્યા હતા.

રાજપીપળા શહેર ઉપરાંત નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી તથા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.

આ પણ વાંચો: વડોદરામાં રિક્ષાચાલકના મોતના 12 દિવસ બાદ પણ ધરપકડ નહીં : પરિવારે ન્યાય માટે ઉઠાવી માંગ

ખેડૂતોમાં ખુશીનો માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

નર્મદા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. વાવણીલાયક વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આજનો વરસાદ આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે. કૃષિ કાર્ય માટે અનુકૂળ માહોલ સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે, ભારે વરસાદના કારણે રાજપીપળાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને કેટલાક વાહનચાલકોને થોડા સમય માટે અટવાઈ જવું પડ્યું. વરસાદી મોસમમાં પ્રથમ વખત લોકો છત્રી અને રેઇનકોટ સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ભરૂચમાં પહેલા જ વરસાદે ઉજાડી દીધો આખો પરિવાર : મોલની દીવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રના મોત

ભારે વરસાદ છતાં મહાસંમેલનમાં ઉમટ્યો જનસમૂહ

ડેડીયાપાડામાં આજે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી મહાસંમેલન યોજાઈ રહ્યું છે. સવારથી જ સભા સ્થળે વરસાદ વરસી રહ્યો હોવા છતાં સમર્થકોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી લોકો વરસાદ વચ્ચે પણ સભા સ્થળે પહોંચતા રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમ સ્થળે નોંધપાત્ર ભીડ જોવા મળી હતી.

હાલ મહાસંમેલનની કાર્યવાહી અને તેમાં થનારી જાહેરાતો પર સૌની નજર છે. બીજી તરફ હવામાનમાં આવેલા આ બદલાવને કારણે નર્મદા જિલ્લાના ખેડૂતો અને સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ભારે વરસાદને પગલે તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now