Home Gujarat Ahmedabad Narayana Hospital Ahmedabad New Radiation Oncology Centre Inaugurated

એક જ સ્થળે મળશે કેન્સરની સંપૂર્ણ સારવાર : નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

નારાયણા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં CM ભૂપેન્દ્ર પટેલ
Published by: Chintan Chavda
Last Updated: May 30, 2026, 07:38 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારાયણા હોસ્પિટલ, અમદાવાદના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્સરની સારવારને વધુ સુલભ અને અસરકારક બનાવવાની દિશામાં નારાયણ હોસ્પિટલે એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીએ આ સેન્ટરની મુલાકાત લઈને હોસ્પિટલ દ્વારા અપાતી સેવાઓની માહિતી મેળવી હતી.
'હેલ્સિયન (Halcyon) રેડિયેશન થેરાપી સિસ્ટમ'થી સજ્જ કેન્દ્ર

આ કેન્દ્ર 'હેલ્સિયન (Halcyon) રેડિયેશન થેરાપી સિસ્ટમ'થી સજ્જ છે અને આ સારવાર પદ્ધતિ ખાસ કરીને અદભુત ઝડપ અને ચોકસાઈ માટે જાણીતી છે. કેન્સરના ટ્યુમરની આસપાસના તંદુરસ્ત કોષો (ટિશ્યુઝ) પર થતી આડઅસરને નહિવત કરીને હાઈ-પ્રિસિઝન, ઈમેજ-ગાઈડેડ સારવાર આ ટેક્નોલોજી દ્વારા પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો:8th Pay Commission: ફક્ત DA અને ફિટમેન્ટ ફેક્ટર જ નહીં, આ 'ફોર્મ્યુલા' પણ વધારશે તમારો પગાર!

એક જ સ્થળે મળશે કેન્સરની સંપૂર્ણ સારવાર

આ નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના પ્રારંભ સાથે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં હવે મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી એમ ત્રણેય વિભાગો ઉપલબ્ધ થયા છે અને 'ઇન્ટિગ્રેટેડ કેન્સર કેર' સારવાર શક્ય બની છે. એટલું જ નહિ, અમદાવાદ અને આસપાસના જિલ્લાના લોકોને હવે કેન્સરની સંપૂર્ણ સારવાર સરળતાએ એક જ સ્થળે થી મળી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now