ભારતમાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં વિજ્ઞાન પણ થાપ ખાઈ જાય છે. કેટલાક એવા સ્થળ છે જેના રહસ્ય સાંભળી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. સામાન્ય રીતે કારને ચલાવવા પેટ્રોલ, ડીઝલ કે ઈલેક્ટ્રિકસિટીની જરૂર પડે છે. પરંતુ આજે તમને એક એવા સ્થળ વિશે જણાવીશું જ્યા ગાડી બંધ હોય તો પણ દોડવા લાગે છે.
સૌથી પહેલાં તો એ સવાલ થાય કે ગાડી બંધ હોય તો કેવી રીતે દોડવા લાગે. વિશ્વાસ નહીં થાય પણ કેટલાક એવા સ્થળ છે જ્યાં આવું થઈ શકે છે. એમાનું એક સ્થળ છે લદ્દાખનું મેગ્નેટિક હિલ. તો આવો જાણીએ કે કેમ અહીં બંધ ગાડીઓ પણ સડસડાટ ચડવા લાગે છે પહાડ.
આજે એક એવી જ ઘટના વિશે તમે જાણશો જેને જોઈ તમે પણ કહેશો કે આવું પણ થઈ શકે છે. આ સ્થળની જાણકારી ન હોય અને તમે ગાડી લઈને અહીં પહોચશો તો પહેલા ગભરાઈ જશો તે સ્વભાવીક છે. કેમ કે અહીં ગાડી બંધ હોય તો પણ તે નીચેથી પહાડની ઉપર તરફ આપમેળે ચાલવા લાગે છે.
આ સ્થળ છે લદ્દાખમાં આવેલ મૈગ્નેટિક હિલ. કોઈ પણ વ્યક્તિ કાર લઈને અહીં પહોંચે છે તો સૌથી પહેલા તેને ન્યુટ્રલ કરી બંધ કરી દેવામાં આવે છે. તેમ છતા ગાડી આપમેળ ઊંચા પહાડ તરફ દોડવા લાગે છે. આ પહાડને મિસ્ટ્રીહિલ, ગ્રૈવિટી હિલના નામે પણ ઓળખવામાં આવે છે. અનેક વૈજ્ઞાનિકો આ રહસ્યમય પહાડની ગુથ્થીને સોલ્વ કરવાના પ્રયાસ કર્યા છે. ત્યારે વૈજ્ઞાનિકોના મતે પહાડની મૈગ્રેટિક ગ્રૈવિટીના લીધે આવું થાય છે.આવી એક જગ્યા અમેરિકામાં પણ આવેલી છે.
લેહથી કારગિલ હાઈવે પર તમે કિલોમીટરનું અંતર કાપશો એટલે આ મૈગ્નેટિક હિલ સુધી પહોંચી જશો. વૈજ્ઞાનિકોનું કહેવું છે આવું પહાડના ચુંબકિય ગુરુત્વાકર્ષણના લીધે થાય છે. પહાડ પર મૈગ્નેટિક ફોર્સ ઉત્પન થતા વાહનો આપમેળે ઉપર તરફ ખેંચાવા લાગે છે. જો કે સ્થાનિકોમાં આ પહાડ માટે અલગ ધારણા છે. સ્થાનિકોનું કહેવું છે ભૂતકાળમાં અહીં એક રસ્તો હતો જે સીધો સ્વર્ગ સુધી પહોંચતો હતો. જે લોકો સ્વર્ગ જવા લાયક હતા તેઓ આ રસ્તાથી નીકળી ગયા. પરંતુ જે લોકો જવા લાયક ન હતા તેઓ રહી ગયા. આ રહસ્યમય પહાડની નજીકથી જ સિંધુ નદી પણ વહે છે. તમે જ્યારે પહાડ પર ચડવાની શરૂઆત કરો છો તો તમને પીળા કલરના બોર્ડ જોવા મળશે જેમાં લખ્યું છે કે ગાડીને ન્યુટ્રલ કરી પાર્ક કરો. ત્યારે તમે ગાડી ન્યુટ્રલ કરતા જ તે આપમેળે પહાડ ચડવા લાગે છે.






