Home Agriculture Mushroom Farming Junagadh Gujrat Agriculture Government Offbeatstories

મશરૂમની ખેતી બની મિશાલરૂપ: : જૂનાગઢનાં ખેડૂતે વર્ષમાં કરી 10 લાખની આવક

મશરૂમની ખેતી બની મિશાલરૂપ:
Published by: Offbeat Team
| Last Updated: Mar 27, 2025, 01:36 PM IST

યુવાનોએ કોઈ પણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ખંત,ધીરજ, સાહસ જેવા ગુણ તેમજ જે- તે ક્ષેત્ર માટેનો અભ્યાસ, તાલીમ અને સંશોધન કે સર્વે કરવો ખૂબ જરૂરી છે. તેના થકી કોઈપણ પડકારજનક કામ પણ સારી રીતે પાર પાડી શકાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેડૂત જતીનભાઈ સોલંકી છે. તેમણે વર્ષ ૨૦૨૨થી તેમના ફાર્મ ખાતે મશરૂમની ખેતી શરૂ કરી છે. મશરૂમ અત્યંત સંવેદનશીલ પાક છે. અને તેનું વેચાણનું માર્કેટ પણ સ્થાનિક સ્તરે નથી. આ પડકારજનક ખેતીમાં વંથલી તાલુકાના નાનકડા એવા ગામના વતની જતીનભાઈ સોલંકી સફળતા મેળવી છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના વતની જતીનભાઈ સોલંકી એમએસસી, બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ ૩ વર્ષ સુધી જામનગર ખાતે સારા એવા પગારથી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ પોતે ખેડૂતપુત્ર હોવાના કારણે અને કૃષી ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ ૨૦૧૭થી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી. વર્ષ ૨૦૨૨થી થાણાપીપળી ગામમાં મધુવંતી ફાર્મ ખાતે મશરૂમની ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ વાર્ષિક રૂપિયા ૧૦ લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના વતની જતીનભાઈ સોલંકી એમએસસી, બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ ૩ વર્ષ સુધી જામનગર ખાતે સારા એવા પગારથી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ પોતે ખેડૂતપુત્ર હોવાના કારણે અને કૃષી ક્ષેત્રે આગળ વધવા માટે  વર્ષ ૨૦૧૭થી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી.  વર્ષ ૨૦૨૨થી થાણાપીપળી  ગામમાં  મધુવંતી ફાર્મ ખાતે મશરૂમની ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ વાર્ષિક રૂપિયા ૧૦ લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.

જતીનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મશરૂમની ખેતીના આરંભે ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો હતો. સૌ પ્રથમ ડોમ ઉપર ભારે તાલપત્રી રાખી હતી અને ડોમનો ઢાળ ઓછો હોવાને લીધે તાલપત્રીમાં પાણી ભરાવા લાગ્યું  હતુ.  ઉપરાંત ડોમની અંદર સ્થાનિક બામ્બુનો ઉપયોગ કર્યો હતો જે પછી બદલાવીને કાનપુર, વલસાડથી  લાવ્યા હતા. ઉપરાંત મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે તેનું  યોગ્ય તાપમાન જળવાઈ નહીં તો પાક બગડી જાય છે આ ઉપરાંત મશરૂમનું સ્થાન પર કોઈ માર્કેટ નથી. અત્યારે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર જતીનભાઈ મશરૂમની ખેતી કરી રહ્યા છે.

જતીનભાઈએ  મશરૂમની ખેતીમાં સફળ થવા માટે જરૂરી અભ્યાસ -  સર્વે  કર્યો  હતો. તેમને પશ્ચિમબંગાળ, ઓડીસા જેવા રાજ્ય કે જ્યાં સૌથી વધુ મશરૂમનું ઉત્પાદન થાય છે ત્યાની મુલાકાત લીધી હતી. તેમજ  આઈસીએઆરમાં ત્રણ મહિનાની મશરૂમની ખેતી અંગેની  તાલીમ લીધી હતી. ત્યાર પછી સુરતના કેવીકેમાંથી પણ તાલીમ લીધી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૨ થી મશરૂમની ખેતી શરૂ કરી હતી. તેમણે  શરૂઆતના સમયમાં મુશ્કેલી થઈ હતી પરંતુ પછીથી સારી એવી કમાણી થઈ રહી છે. હાલમાં જતીનભાઈ તેમના ફાર્મમાં ઓઇસ્ટર મશરૂમ તેમજ સેજાર કાજુ નામની જાતના મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. ઉપરાંત ફ્લોરિડા, ગ્રેઓઇસ્ટર, બ્લુ  ઓઇસ્ટર,હ્વાઈટ  ઓઇસ્ટરનું પણ ઉત્પાદન કરે છે.

મશરૂમને આ પાકની વાત કરીએ તો આ પાક  ત્રણ મહિનામાં તૈયાર થાય છે. મશરૂમના પાક માટે જરૂરી સ્વચ્છતા, તાપમાન ,ભેજ વગેરે જળવાઈ રહેતો વર્ષ પાક લઈ શકાય છે. જતીનભાઇએ ૫૦૦ બેગ થી મશરૂમ ની ખેતી શરૂ કરી હતી. આજે ૫૪૦૦ બેગમાં ઉત્પાદા  કરે છે. બેગમાં સાડા ત્રણથી ચાર કિલોગ્રામ મશરૂમ તૈયાર થાય છે.

 

મશરૂમના ફાયદા છે અનેક

વિશ્વમાં મશરૂમની ૪૦  અલગ અલગ જાત છે. તેમાંથી ભારતમાં ૧૦ જાતનું ચલણ છે જ્યારે ગુજરાતમાં ઓઇસ્ટર મશરૂમનું ચલણ સૌથી વધુ છે. મશરૂમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાંથી ૯૦ ટકા  પ્રોટીન મળે  છે. તે ઉપરાંત વીટામીન કે, ડી૩ થી પણ તે ભરપૂર છે.


ખેતી પર સરકારી યોજનાનો મળતો લાભ

રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતી  માટે સેડ  બનાવવા માટે , મશરૂમના સ્પાન  બનાવવા, કમ્પોસ્ટ  યુનિટ બનાવવા માટે પણ સહાય આપવામાં આવે છે. જેનો લાભ જતીનભાઈએ લીધો છે. જતીનભાઈ જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે યુવાનો ખેતી તરફ વળે  ખૂબ જરૂરી છે. એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય, તાલીમ અને માર્ગદર્શન પણ આપે છે તેનો દરેકે લાભ લેવો જોઈએ.



Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!: 40 દિવસમાં જ લાખોની કમાણી! જાણો કેવી રીતે બનશે નફાકારક

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!: પાણી ઓછું, જોખમ નહીં, નફો અનેકગણો! જાણો ખેતીના રહસ્યો અને ટિપ્સ

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો માટે સોનાની ખાણ!: કેળાની ખેતીથી લાખો કમાઓ! જાણો ખેતીના ગોલ્ડન રહસ્યો

ખેડૂતો માટે સોનાની ખાણ!

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!: ઘરે બેઠા થશે કમાવવાની ઉત્તમ તક! જાણો કેવી રીતે કરવી ખેતી

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

ખેડૂતો માટે નવી સોનેરી તક!: આ ચમત્કારિક ફળની ખેતી બનાવશે રાતારાત કરોડપતિ! જાણો ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે નવી સોનેરી તક!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

ખેડૂત મિત્રો માટે ખુશખબર!: આજે આવશે PM-Kisanનો 22મો હપ્તો, 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર!

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો: 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો

ખેડૂતો માટે સુવર્ણ તક!: માર્ચમાં વાવો શાકભાજીની આ અદ્ભુત જાતો- ઉનાળામાં થશે પૈસાના ઢગલા! જાણો રેકોર્ડ કમાણીનું રહસ્ય!

ખેડૂતો માટે સુવર્ણ તક!

ખેડૂતો માટે જેકપોટ!: મકાઈની આ જાતો બનશે નોટો છાપવાનું મશીન! ટૂંકો સમય, મોટી ઉપજ, જાણો કમાણીનું રહસ્ય

ખેડૂતો માટે જેકપોટ!

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

ખેડૂતો માટે સોનાની ખાણ!: દૂધીની આ જાતો બનાવશે માલામાલ! જાણો શા માટે ખૂબ ફાયદાકારક

ખેડૂતો માટે સોનાની ખાણ!

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી: યુરિયા-DAP ભાવમાં તીવ્ર ઉછાળો, ખેડૂતોની ચિંતા વધી

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ