મહારાષ્ટ્રમાં ચોમાસુનું આગમન 12 દિવસ વહેલા થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં અગામી બે દિવસમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મુંબઈમાં ચોમાસુ સક્રિય થઈ જશે અને ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ સાથે સાથે મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે.
BMCએ 3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખતા BMC અને MHADAએ શહેરમાં 96 જૂની ઇમારતોની ઓળખાણ કરી વરસાદ દરિમયાન આ ઈમારતમાં રહેતા 3100 વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાતં BMCએ 24x7 ડિઝાસ્ટર રૂમની શરૂઆત પણ કરી દિધી છે. જ્યારે ટ્રેન સેવાઓ અને બસોના સંચાલન પર સતત નજર રાખવામાં આવી રહી છે.
BMC અને MHADA સતત કાર્યરત
વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે, ખરાબ હવામાનને કારણે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું. પાણી ભરાયેલા વિસ્તારમાં ન જાવ તથા કોઈ મુશ્કેલી પડે તો તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરો. વહીવટી તંત્ર દ્રારા શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોની ઇમારતોનું નિરીક્ષણ કરી રહ્યું છે. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે BMC અને MHADA સતત કાર્યરત છે.






