Home Business Mukesh Ambani Gautam Adani Deal Reliance Bp Mobility And Total Gas Limited

અદાણી-અંબાણીની આ સેક્ટરમાં ઐતિહાસિક ભાગીદારી : હવે આ સેક્ટરમાં અન્ય કોઈને 'કદમ' મૂકવો પણ બનશે મુશ્કેલ?

અદાણી-અંબાણીની આ સેક્ટરમાં ઐતિહાસિક ભાગીદારી
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 02, 2025, 01:56 PM IST

ભારતના બે સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ દેશના ઇંધણ રિટેલ સેક્ટરમાં એક ઐતિહાસિક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ, રિલાયન્સની જિયો-બીપી (Reliance BP Mobility Ltd) અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એકબીજાના રિટેલ નેટવર્કનો લાભ લઈને ઓટોમોટિવ ઇંધણનું વેચાણ કરશે. આ તેમની બીજી મોટી વ્યાપારિક ભાગીદારી છે, જે ભારતના ઇંધણ રિટેલ બજારને નવી દિશા આપવાની સંભાવના ધરાવે છે.
અંદાણી-અંબાણીની આ મોટી ભાગીદારી
અદાણી ટોટલ ગેસના પસંદગીના આઉટલેટ્સ પર જિયો-બીપીના ઉચ્ચ-ગુણવત્તાવાળા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થશે. બીજી તરફ જિયો-બીપીના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ પર અદાણી ટોટલ ગેસના CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ડિસ્પેન્સિંગ યુનિટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ખાસ કરીને અદાણીના Geographical Areas-GAsમાં આ ભાગીદારી હાલના અને ભવિષ્યના બંને આઉટલેટ્સને આવરી લેશે. જિયો-બીપી, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યુકેની બીપી (British Petroleum)નું સંયુક્ત સાહસ છે, તે દેશભરમાં લગભગ 2,000 ફ્યુઅલ આઉટલેટ્સ ધરાવે છે. બીજી તરફ અદાણી ટોટલ ગેસ, જે અદાણી ગ્રૂપ અને ફ્રાન્સની ટોટલ એનર્જીઝનું સંયુક્ત સાહસ છે, તે 650 જેટલા CNG સ્ટેશન્સ ચલાવે છે. આ ભાગીદારી બંને કંપનીઓના નેટવર્કની ખામીઓને દૂર કરશે અને ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇંધણની વધુ સુલભતા પૂરી પાડશે.
અગાઉ પણ એક ભાગીદારી કરી હતી
જિયો-બીપીના હેડ સાર્થક બેહુરિયાએ જણાવ્યું, “અમે ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઇંધણની વિશાળ શ્રેણી પૂરી પાડવાના સહિયારા વિઝન દ્વારા એકજૂટ છીએ. આ ભાગીદારી અમને એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને ગ્રાહક અનુભવને વધુ સારો બનાવવામાં મદદ કરશે.” અદાણી ટોટલ ગેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સુરેશ પી. મંગલાનીએ પણ આ ભાગીદારીને ગ્રાહકો માટે ફાયદાકારક ગણાવી અને કહ્યું, “આ ભાગીદારીથી અમે એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને અમારી ઓફરિંગ્સને વિસ્તારી શકીશું.” મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓ વચ્ચેની બીજી મોટી ભાગીદારી છે. આ પહેલાં, માર્ચ 2024માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અદાણી પાવરના મધ્યપ્રદેશ સ્થિત એક પ્રોજેક્ટમાં 26% હિસ્સો ખરીદ્યો હતો અને તેના 500 મેગાવોટ વીજળીનો ઉપયોગ કેપ્ટિવ વપરાશ માટે કરવાનો કરાર કર્યો હતો. આ નવી ભાગીદારી બંને ઉદ્યોગપતિઓના સંબંધોને વધુ મજબૂત કરે છે અને ભારતના ઊર્જા ક્ષેત્રમાં તેમની સંયુક્ત તાકાત દર્શાવે છે.
ભારતના ઇંધણ રિટેલ બજારમાં પડકારો શું છે ?
ભારતનું ઇંધણ રિટેલ બજાર, જેનું મૂલ્ય $150 અબજ છે, તેમાં લગભગ 97,000 ગેસોલિન અને ડીઝલ આઉટલેટ્સ છે, જેમાંથી 90%થી વધુ રાજ્ય સંચાલિત રિફાઇનર્સ દ્વારા ચલાવવામાં આવે છે. જિયો-બીપી, શેલ ઇન્ડિયા અને નયારા એનર્જી જેવી ખાનગી કંપનીઓએ આ બજારમાં પોતાનું નેટવર્ક વિસ્તારવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જિયો-બીપીએ 2021માં પાંચ વર્ષમાં 5,550 સ્ટેશન્સનું નેટવર્ક બનાવવાની યોજના જાહેર કરી હતી, પરંતુ હાલમાં તે 2,000 આઉટલેટ્સ સુધી જ પહોંચી શક્યું છે. આ ભાગીદારીથી જિયો-બીપીની આ યોજનાને નવું બળ મળી શકે છે.
અદાણી ગ્રૂપનું નયારા એનર્જીમાંથી ન પડ્યું!
અદાણી ગ્રૂપે નયારા એનર્જીમાં રોકાણનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો, કારણ કે ઓઇલ રિફાઇનિંગને સનસેટ ઇન્ડસ્ટ્રી તરીકે જોવામાં આવે છે, જ્યારે વિશ્વ ઝડપથી સ્વચ્છ ઊર્જા અને ડીકાર્બનાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય મોટા ખેલાડીઓ જેવા કે સાઉદી અરામકો, ONGC અને IOCના રાજ્ય-માલિકીના કન્સોર્ટિયમને રોસનૅફ્ટ અને UCPના હિસ્સા ઓફર કરવામાં આવ્યા હતા. જો આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે, તો ટ્રાફિગુરા પણ આગામી મહિનાઓમાં સમાન શરતો પર આ બિઝનેસમાંથી બહાર નીકળી શકે છે. સૂત્રોનું માનવું છે કે નયારા એનર્જી રિલાયન્સ માટે સૌથી વધુ વ્યૂહાત્મક રીતે અનુકૂળ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Income Tax Alert: મકાનના રેન્ટથી લઇને કાર વેલ્યુવેશન સુધી, 1 એપ્રિલથી બદલાઈ જશે પગારના નિયમો

Income Tax Alert

Premium vs Normal Petrol:: પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ભડકો! સાદા અને પાવર પેટ્રોલમાં શું છે તફાવત? જાણો તમારી ગાડી માટે કયું છે બેસ્ટ?

Premium vs Normal Petrol:

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર': 300થી વધુ બેટિંગ એપ્સ અને વેબસાઈટ બ્લોક, સટ્ટાબાજીના નેટવર્ક પર મોટો પ્રહાર

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર'

Gold Silver Price Today 21 March 2026: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો, જાણો ગુજરાત અને દેશના મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 21 March 2026

કોને મળશે લાભ?: SBIના કરોડો ગ્રાહકો માટે ખુશખબર: FD પરના વ્યાજ દરમાં થયો વધારો, જાણો હવે કેટલું મળશે વળતર

કોને મળશે લાભ?

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!: રૂ.1 લાખના રોકાણ સામે આપ્યું લાખોનું રિટર્ન, જાણો બોનસ શેરની કમાલ

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!

એરલાઇન્સ અને સરકાર સામસામે!: 60% ફ્રી સીટના આદેશ સામે વિરોધ, શું હવે વિમાન પ્રવાસ મોંઘો થશે?

એરલાઇન્સ અને સરકાર સામસામે!

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો, ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના રૂ.22 મોંઘું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ

Petrol Diesel Price Today

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!: Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!

Closing Bell: સેન્સેક્સ 326 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,100ની ઉપર બંધ; IT અને મેટલ શેરોમાં તેજીનો કરંટ

Closing Bell

Premium Petrol Price Hike in India: જેનો ડર હતો એ જ થયું; ભારતના પેટ્રોલ પર પડી ઈરાન, ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર

Premium Petrol Price Hike in India

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?