Home Gujarat Mujpur Gambhira Bridge Collapses Assistance Paid To Victims

Gambhira Bridge Tragedy ; પીડિતોને ચૂકવાઈ સહાય : 62 લાખના ચેક વિતરણ કરાયા, હજુ પણ 1 વ્યક્તિ ગુમ!

Gambhira Bridge Tragedy ; પીડિતોને ચૂકવાઈ સહાય
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 08:24 AM IST

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાયનું આજે 13 જુલાઈના રોજ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ માહિતી મુજબ હાલ કુલ 62 લાખની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.



62 લાખની રકમના ચેકનું વિતરણ થયું
રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ 62 લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને 15 મૃતકોના પરિવારોના સમાવેશ થાય છે.

1 વ્યક્તિની શોધખોળ
નરસિંહપુરા ગામના ગુમ થયેલા વ્યક્તિ વિક્રમ રમેશ પઢિયારને શોધવા માટે પાંચમા દિવસે શોધખોળ ચાલી રહી રહી છે. ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે બચાવ ટીમો રબર બોટ અને અન્ય જરૂરી સાધનોનો ઉપયોગ કરીને શોધખોળ કરી રહી છે. નાના વાહનોના કાટમાળને પણ નદી કિનારે ખેંચી લેવામાં આવ્યા છે. પોલીસ, આર એન્ડ બી અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now