Home Gujarat Mujpur Gambhira Bridge Collapsed New Diversion Route Announced

Mujpura Gambhira Bridge Collapsed; નવો ડાયવર્ઝન રુટ જાહેર : લાખો લોકો મુકાશે મુશ્કેલીમાં!, જાણો હવે ક્યાં થઇને જવાશે

Mujpura Gambhira Bridge Collapsed; નવો ડાયવર્ઝન રુટ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 01:08 PM IST

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજે વહેલી સવારે તુટી પડ્યો છે. જેમાં પાંચથી છ વાહનો નદીમાં ખાબક્યાં હતા.  11 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે તો 5થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે, આ બ્રિજ તૂટી પડતા હવે આ બ્રિજને બંધ કરવાની ફરડ પડી છે. જેના પગલે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને ડાવર્ઝન આપ્યું છે. હવે આ બ્રિજ બંધ થતાં લોખા લોકોના મુસાફરીમાં મુશ્કેલી ઉભી થશે.



બ્રિજ તુટતા લોખો લોકો મુશ્કેલીમાં મુકાશે?
આ બ્રિજ એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વપૂર્ણ બ્રિજ હતો. જેમાં પાદરાથી આણંદ જનારા લોકોને પણ મોટી મુશ્કેલી ઉભી થશે, જેમને એક મોટો ધક્કા ખાઈને જવું પડશે. જો કે, આ રસ્તા પર ધંધા રોજગાર અને નોકરી સાથે સંકળાયેલા લાખો લોકો પરિવહન સેવાનો લાભ લે છે, તેમને મોટી અસરો પડી શકે છે. સાથો સાથ ઉમેટા બ્રિજ પર પણ ભારે વાહનો માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો છે.
પ્રતિબંધીત રૂટ:
1. પાદરા આણંદ ને જોડતા ગંભીરા બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
2. ઉમેટા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધીત
આ ડાયવર્ટેડ રૂટ

1. તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ જઈ શકશે.
2. બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવો.
3. પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોને વાસદ થઈને નીકળવું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now