Home International Mp Filling Water Instead Of Diesel In Vehicles Of Cm Mohan Yadavs Convoy In Ratlam

ભેળસેળની ચપેટમાં ખુદ CM? : MPના મુખ્યમંત્રીના કાફલાની 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ ભર્યું પાણી, પછી તો.....

ભેળસેળની ચપેટમાં ખુદ CM?
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 08:46 AM IST

મધ્ય પ્રદેશમાં ખુદ મુખ્યમંત્રીના કાફલા સાથે અજીબ ઘટના બની છે, વાત એવી છે કે, CMના કાફલાની ગાડીઓમાં ડીઝલના બદલે પાણી ભરી દેવામાં આવ્યું હતું. જો કે, તેને સુરક્ષામાં ચુક ગણવી કે પછી જાણી જોઈને કરેલી સાજીશ કે પછી સામાન્ય જનતા સાથે થતી લૂંટનો શિકાર CMનો કાફલો પણ બન્યો! રતલામમાં આજે 'MP રાઇઝ 2025' કોન્ક્લેવ યોજાવાનો હતો. તેમાં હાજરી આપવા મુખ્યમંત્રી મોહન યાદવ આવી રહ્યાં હતા. તે સમય કાફલાની ગાડીઓમાં ડીઝલને બદલે પાણી ભરવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે રાત્રે CM કાફલાના લગભગ 19 વાહનો ધોસી ગામ નજીક ભારત પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ભરાવીને ગાડીઓ નીકળી અને થોડી દૂર ગઈ તો બધી ગાડીઓ અચાનક બંધ થઈ ગઈ હતી.
CMના કાફલાની ગાડીઓમાં ડીઝલના બદલે પાણી ભરી દીધું
મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં ખામી હોવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે તમામ વાહનોમાંથી ડીઝલ ખાલી કરવામાં આવ્યું ત્યારે તેમાં પાણી નીકળ્યું હતું. જેનાથી હોબાળો મચી ગયો હતો. વાહનોની ડીઝલ ટાંકીઓ ખોલવાથી ત્યાં ગેરેજ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ સાથે કેટલાક અન્ય ટ્રક ડ્રાઈવરો પણ આ જ ફરિયાદ સાથે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા.
પેટ્રોલ પંપને સીલ કર્યો
શુક્રવારે રતલામમાં એક પ્રાદેશિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સીએમ ડૉ. મોહન યાદવ પણ ભાગ લેવાના હતા. સીએમના કાફલા માટે ઇન્દોરથી લગભગ 19 ઇનોવા ગાડીઓ મંગાવવામાં આવી હતી. ગુરુવારે રાત્રે પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભર્યા પછી થોડે દૂર ગયા પછી આ ગાડીઓ એક પછી એક બંધ થઈ ગઈ હતી. જે પછી વહીવટીતંત્રે પેટ્રોલ પંપને સીલ મારી દીધો હતો.જે બાદ ઇન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અધિકારીઓ પેટ્રોલ પંપ પર પહોંચ્યા 
આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની માહિતી મળતાં ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક અધિકારી પણ ધોસી ગામમાં સ્થિત શક્તિ ફ્યુઅલ્સ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. આ સમય દરમિયાન એક ટ્રકમાં લગભગ 200 લિટર ડીઝલ ભરેલું હતું,

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?