મે મહિનાની આકરી ગરમી અને અંગ દઝાડતા તાપથી પરેશાન ભારતીયો માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ અપડેટ મુજબ, આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમયે જ ભારતમાં દસ્તક દેવાનું છે. સામાન્ય રીતે જે રીતે દર વર્ષે પહેલી જૂને કેરળના તટે ચોમાસું બેસે છે, તેવી જ રીતે આ વખતે પણ મેઘરાજા સમયસર પધરામણી કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગરમીના પારા વચ્ચે આ સમાચાર ખેડૂતો અને સામાન્ય જનતા માટે મોટી આશા લઈને આવ્યા છે.
ભારતમાં વરસાદ લાવતા વાદળોનું વિજ્ઞાન અત્યંત રસપ્રદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના વરસાદનું સીધું જોડાણ સાત સમુદ્ર પાર ઓસ્ટ્રેલિયા સાથે રહેલું છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ત્યાં વરસાદની સીઝન (વેટ સીઝન) પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં વરસાદ રોકાવાનો અર્થ એ છે કે હવે વાદળોનો અદ્રશ્ય પટ્ટો ઉત્તર તરફ એટલે કે ભારત તરફ ગતિ કરવા લાગ્યો છે, જે ભારતીય ચોમાસા માટે અત્યંત સાનુકૂળ સંકેત છે.
હવે ગરમી માથું ફાડી નાખશે!: હવામાન વિભાગની આગામી 3 દિવસ માટે આકરી આગાહી
શું છે ઓસ્ટ્રેલિયા અને ભારતના વરસાદનું કનેક્શન?
વાસ્તવમાં ભૂમધ્ય રેખાની આસપાસ વાદળો અને વરસાદનો એક અદ્રશ્ય પટ્ટો હોય છે. આ પટ્ટો પૃથ્વીના ગોળાર્ધમાં બદલાતી ગરમી મુજબ ઉત્તર અને દક્ષિણ તરફ ખસે છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં (ઓસ્ટ્રેલિયામાં) વરસાદની મોસમ પૂરી થાય છે, ત્યારે આ પટ્ટી મજબૂતાઈ સાથે ઉત્તર તરફ એટલે કે દક્ષિણ એશિયા તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ પટ્ટી જેમ-જેમ ખસે છે તેમ તેમ સમુદ્રની ભેજવાળી હવાઓને પોતાની સાથે ખેંચે છે, જે આગળ જતાં ભારતમાં ચોમાસાનું સ્વરૂપ ધારણ કરે છે.
સોમનાથ મંદિર પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ: PM મોદીએ યાદ કર્યો ગૌરવશાળી ઈતિહાસ
માલદીવ પાર કરી ચોમાસું આંદામાન તરફ રવાના
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ચોમાસાનો આ અદ્રશ્ય પટ્ટો હાલ માલદીવને પાર કરી ચૂક્યો છે અને હવે તે શ્રીલંકા તથા આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ તેજીથી આગળ વધી રહ્યો છે. અનુમાન છે કે આગામી 10 થી 15 દિવસમાં, એટલે કે 20 થી 25 મેની વચ્ચે, ચોમાસું આંદામાન નિકોબારમાં પ્રવેશી જશે. જો આ ગતિ જળવાઈ રહેશે તો પહેલી જૂને કેરળમાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ જશે. નોંધનીય છે કે, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં અત્યારથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.
PM મોદીના જામનગર-સોમનાથ પ્રવાસને લઈ તંત્ર એલર્ટ: હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો, લાલ બંગલા સર્કલ ખાતે સુરક્ષાનું નિરીક્ષણ કર્યું
સીઝનલ ટ્રાન્ઝિશન: ગરમી અને આંધીનો માહોલ
હાલમાં ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં ક્યારેક અસહ્ય ગરમી તો ક્યારેક અચાનક ધૂળની ડમરીઓ સાથે વરસાદ અને કરા પડવાની ઘટનાઓ બની રહી છે. હવામાન નિષ્ણાતો આ સ્થિતિને 'સીઝનલ ટ્રાન્ઝિશન' તરીકે ઓળખાવે છે. આગામી સાત દિવસોમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે ચોમાસું તેની નિર્ધારિત ગતિએ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં જ સમગ્ર દેશને ગરમીથી છુટકારો મળશે.





