Gujarat High Court: લગ્ન જીવનમાં આવતા વિખવાદો અને ભરણપોષણના કેસોને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને માર્ગદર્શક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પત્ની કોઈ વ્યાજબી કે પૂરતા કારણ વગર પોતાના પતિથી અલગ રહેવાનું પસંદ કરે છે, તો તે કાયદેસર રીતે ભરણપોષણ (Maintenance) મેળવવા માટે હકદાર નથી. આ ચુકાદો આપતી વખતે કોર્ટે ફેમિલી કોર્ટના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો છે અને મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.
સામાન્ય રીતે કાયદો મહિલાઓના હિતમાં હોય છે, પરંતુ આ કેસમાં કોર્ટે કાયદાની કલમોનું ઊંડું વિશ્લેષણ કરીને પતિના પક્ષમાં પણ ન્યાય તોળ્યો છે. આ કેસની વિગતો મુજબ, વર્ષ 2009માં લગ્ન થયા બાદ મહિલાએ તેના સાસરી પક્ષ પર ત્રાસ અને ક્રૂરતાના આક્ષેપો કરીને ઘર છોડ્યું હતું. જોકે, કોર્ટ સમક્ષ તે સાબિત કરવામાં મહિલા નિષ્ફળ રહી હતી કે તેણે કયા સંજોગોમાં અને કયા મજબૂત કારણોસર સાસરીનું ઘર છોડ્યું હતું.
અમદાવાદ ટ્રાફિક પોલીસ પર તોડબાજીનો આક્ષેપ: બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ
સેક્શન 125(4) હેઠળ હાઈકોર્ટનું અવલોકન
જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 125(4) મુજબ, જો કોઈ પત્ની પૂરતા કારણ વગર તેના પતિ સાથે રહેવાનો ઇનકાર કરે છે, તો તે ભરણપોષણ મેળવી શકતી નથી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ કરેલા આક્ષેપોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો અને તે એ સાબિત કરવામાં અસમર્થ રહી હતી કે તેને સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
ગુજરાતના ન્યાયતંત્રમાં મોટો ફેરફાર: 65 ડિસ્ટ્રિક્ટ જજ સહિત 343 ન્યાયાધીશોની બદલી, જાણો કયા શહેરમાં કેટલા જજ બદલાયા
ફેમિલી કોર્ટના નિર્ણયને રાખ્યો યથાવત્
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાજકોટની ફેમિલી કોર્ટે વર્ષ 2013માં મહિલાની ભરણપોષણની અરજીને ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટના આ આદેશને મહિલાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, હાઈકોર્ટે તમામ દસ્તાવેજો અને જુબાનીઓની ચકાસણી કર્યા બાદ જણાવ્યું કે, મહિલાની જુબાનીમાં અનેક વિસંગતતાઓ છે. ઉલટ તપાસ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે તેની મૂળ અરજીમાં તેણે ક્યાંય સ્પષ્ટતા કરી નથી કે, તેને સાસરીમાંથી હાંકી કાઢવામાં આવી હતી કે તરછોડી દેવામાં આવી હતી.
વટવા હત્યાકાંડ ભેદ ઉકેલાયો: 34 વર્ષ બાદ DNAથી ફરજાનાની ઓળખ, પતિ સહિત બે ઝડપાયા
પત્નીના આક્ષેપોમાં જોવા મળ્યો વિરોધાભાસ
કોર્ટે પ્રક્રિયા દરમિયાન અવલોકન કર્યું કે અરજદાર મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર હેરાનગતિના જે આક્ષેપો કર્યા હતા, તે સાબિત કરવા માટે તેની પાસે પૂરતા પુરાવા નહોતા. ઉલટાનું, તેણીના પોતાના નિવેદનો જ પરસ્પર વિરોધી જણાતા હતા. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લેતા જણાવ્યું હતું કે, જ્યારે પત્ની પોતાની મરજીથી અને કોઈ નક્કર કારણ વિના અલગ રહેતી હોય, ત્યારે પતિ પર આર્થિક જવાબદારી લાદવી ન્યાયસંગત નથી.






