Home Gujarat Monsoon 2025 Three Rain Systems Active Near South Gujarat Heavy Rains Expected Met Department

હવામાન વિભાગ: ગુજરાત પર એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોને વરસાદ ધમરોળશે

હવામાન વિભાગ: ગુજરાત પર એક સાથે 3 વરસાદની  સિસ્ટમ સક્રિય
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 11:10 AM IST

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ છુટા છવાયા હળવા થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે.  આ સાથે સાથે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામન વિભાગે કરી છે.
માછીમારો દરિયો ન ખેડવાનું સૂચના
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અગામી 30 મે થી 1 જૂન સુધી માછીમારોએ દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે.
ગુજરાતમાં 114% વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુસાર આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. ગુજરાતમાં 114% વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ વર્ષે સમગ્ર ભારતમાં 106 % વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now