Home International Modi Trump 40 Minute Phone Call Global Impact

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે મોદી-ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની મહત્વપૂર્ણ વાતચીત : વૈશ્વિક સંકટ વચ્ચે શું સંકેત આપે છે આ સંવાદ?

PM Modi Donald Trump Phone Call
Published by: Viral Patel
Last Updated: Apr 14, 2026, 02:58 PM IST

PM Modi Donald Trump Phone Call: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે લગભગ 40 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી. બંને દેશોના નેતાઓ વચ્ચે આ ટેલિફોનિક વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પની ઈરાન સાથેની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે અને ઈરાની નૌકાદળે હોરમૂઝમાં નાકાબંધી કરી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા બાદ આ પ્રથમ ફોન કોલ છે. આ વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ઈરાન યુદ્ધ અને વ્યાપાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ફોન કોલ દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું કે, 'ભારતના લોકો તમને પ્રેમ કરે છે.' ગોરે વધુમાં કહ્યું, 'તેમણે થોડીવાર પહેલા જ વાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત પીએમ મોદીને અપડેટ આપે છે. ભારત અને અમેરિકા વચ્ચે ઘણી મોટી બાબતો થઈ રહી છે.' આ વર્ષે બંને નેતાઓ વચ્ચેની આ ત્રીજી વાતચીત છે, જ્યારે 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈરાન સંઘર્ષ શરૂ થયા પછીની આ બીજી વાતચીત છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ 'X' પર પોસ્ટ કરતા લખ્યું, 'મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો. અમે વિવિધ ક્ષેત્રોમાં આપણા દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં આપણી 'વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી'ને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોરમૂઝને ખુલ્લું અને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now