Home International Modi Government Big Decision New Sports Policy 2025 Approved In Cabinet Meeting

મોદી સરકારનો મોટો નિર્ણય : કેબિનેટ બેઠકમાં આ નવી નીતિને મળી મંજૂરી

મોદી સરકારનો મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 11:30 AM IST

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નવી રમત નીતિ-2025ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ''કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના- 1.07 લાખ કરોડ, સંશોધન વિકાસ અને નવીનતા (RDI) યોજના માટે રૂ. 1 લાખ કરોડ અને રાષ્ટ્રીય રમત નીતિ 2025 અને પરમાકુડી-રામનાથપુરમ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર-માર્ગીય બનાવવા રૂપિયા 1,853 કરોડની મંજૂરી આપી છે.
રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025
નવી રાષ્ટ્રીય રમતગમત નીતિ (NPS) 2025 રમતગમત નીતિ-2001નું સ્થાન લેશે. તેનો ઉદ્દેશ્ય રમતગમતની દુનિયામાં ભારતને વૈશ્વિક મહાસત્તા બનાવવાનો છે. ઓલિમ્પિક-2036 સહિત અન્ય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં મજબૂત દાવો રજૂ કરવાનો છે. NSP-2025 બનાવતી વખતે કેન્દ્રીય મંત્રાલયો, નીતિ આયોગ, રાજ્ય સરકારો, રાષ્ટ્રીય રમતગમત સંઘો, રમતવીરો, નિષ્ણાતો અને સામાન્ય લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

  • વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરવાનો ઉદ્દેશ્ય
    આર્થિક વિકાસમાં રમતગમતની ભૂમિકા
    સામાજિક વિકાસમાં રમતગમતનું યોગદાન
    રમતગમતને જન આંદોલન તરીકે
    શિક્ષણની લિંક
    આ સાથે નવી નીતિ વ્યૂહાત્મક માળખા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં નિયમનકારી વ્યવસ્થા ખાનગી ધિરાણ, ટેકનોલોજીનો ઉપયોગ અને નવીનતા અને દેખરેખ પ્રણાલીનો સમાવેશ થાય છે. સરકાર માને છે કે આ નીતિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક આદર્શ નીતિ તરીકે ઉભરી આવશે
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર