Home Agriculture Modi Flowers Daisies Israel Agriculture Income India Pm

'મોદી ફૂલ' કરશે માલામાલ! : આ વિદેશી ફૂલની ખેતીમાં છે બમ્પર આવક, જાણો કેવી રીતે થાય છે ખેતી અને શું છે ઉપયોગ?

'મોદી ફૂલ' કરશે માલામાલ!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 07:12 AM IST

ભારતમાં મોટા ભાગે ગુલાબ અને ગલગોટાના ફૂલની ખેતી થતી હોય છે. પૂજા-પાઠની સાથે કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ ગુલાબ અને ગલગોટા સિવાય હવે ગુલદાઉદી ફૂલની ખેતી કરીને પણ ખેડૂતો સારી આવક મેળવી શકે છે. ગુલદાઉદી એ બારેમાસ થતું ફૂલ છે. ઈઝરાયલ સરકારે પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં ગુલદાઉદીને મોદી ફૂલ નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે મોદી ફૂલની ખેતી ખાતે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે.
વિદેશી ફૂલની ખેતીમાં થશે 'ફૂલ' આવક
હાલ વિશ્વભરમાં સૌથી વધુ ગુલાદાઉદી ફૂલની ખેતી થાય છે. સફેદ, નારંગી, લાલ, ગુલાબી, જાંબલી અને લીલા રંગના આ ગુલાદાઉદી ફૂલ થાય છે...લગન મંડપ શણગારવાથી ઓફિસની સજાવટ સુધી મોદી ફૂલનો ઉપયોગ થાય છે. જેથી તેની માર્કેટમાં ડિમાન્ડ પણ સારી હોય છે. જેથી આ ફૂલની ખેતી કરી ખેડૂતો તગડી આવક મેળવી શકે છે. આ ફૂલની ખેતી કોઈ પણ જમીનમાં થઈ શકે છે. જેના માટે 8થી 16 ડિગ્રી તાપમાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
મોદી ફૂલમાં કેટલી થાય છે આવક?
સિઝનમાં મોદી ફૂલના એક કિલોના 250થી 300 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે. જેથી એક એકરમાં મોદી ફૂલની ખેતી કરી 15થી 50 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી ખેડૂતો બમ્પર આવક મેળવી શકે છે..ભારતમાં ગુલદાઉદી ફૂલની સૌથી વધુ દિલ્લી, હરિયાણા, ચંદીગઢ અને દેહરાદૂનમાં ખેતી થાય છે. આ ફૂલને રેડગોલ્ડ, ફ્લર્ટ, શ્યામલ, મેધામી અને ગુલ શાહીર નામે પણ ઓળખવામાં આવે છે.
ફૂલ જ નહીં પણ પાંદડા અને મૂળ પણ ઉપયોગી
ગુલદાઉદીના ફૂલના તો સારા ભાવ મળે છે..સાથે સાથે તેના પાન અને મૂળનો ઉપયોગ અનેક હેલ્થ સમસ્યાના ઇલાજ કરવા માટે થાય છે. ફૂલ અને પાનને સૂકવીને રાખી દેવામાં આવે છે. જેનો જરૂરીયાત મુજબ પાણીમાં ઉકાળી ચાની જેમ પીવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. ફૂલો ખીલ્યા પછી તેને સવારના સમયે નિયમિત પણે તોડવાના હોય છે. નિયમિત રીતે ફૂલો તોડવાથી છોડ પર નવા નવા ફૂલ લાગતા રહે છે અને બારેમાસ ખેડૂતો ઉત્પાદન મેળવી શકતા હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now