Home Gujarat Mla Gopal Italia Makes A Big Announcement Regarding The Uproar

''હું મારો એક પગાર આપીશ'' : હડદડ બબાલ મામલે MLA ગોપાલ ઇટાલિયાએ કરી મોટી જાહેરાત

''હું મારો એક પગાર આપીશ''
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 10:56 AM IST

બોટાદના હડદડ ખેડૂતોના આંદોલન દરમિયાન થયેલા હડકંપ અને પોલીસ કાર્યવાહીથી અનેક ગ્રામજનોને આર્થિક તેમજ શારીરિક નુકસાન ભોગવવું પડ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોટો નિર્ણય લેતાં જણાવ્યું છે કે તેઓ પોતાનો એક માસનો પગાર હડદડથી પીડિત ખેડૂતોને આપશે.

''હું મારો એક પગાર આપીશ''

આપતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, "કોર્ટમાં ખેડૂતો માટે જે કરવું પડ્યું તે અમે કર્યું છે, હવે મેદાનમાં ખેડૂતો સાથે ઊભા રહીશું, હડદડમાં જેને આર્થિક નુકસાન થયું છે, તેમને હું વ્યક્તિગત રીતે આર્થિક મદદ કરીશ. અમે અમારા નેતાઓને ઘરે ઘરે મોકલીને નુકસાની પામેલા લોકોને શક્ય તે સહાય પહોંચાડશું. જે ગ્રામજનોને વાસ્તવમાં મદદની જરૂર છે, તેઓ માટે હું મારો એક પગાર આપીશ. હું ફૂલ નહી તો પાંખડી આપીને પણ ખેડૂતોની પાસે ઊભો રહીશ"

પોલીસ પર ગંભીર આક્ષેપ

ઇટાલિયાએ બોટાદ પોલીસ પર ગંભીર આક્ષેપ પણ કર્યા છે. તેમણે કહ્યું કે, "પોલીસે ખેડૂતોના ઘરમાં તોડફોડ કરી નાંખી, મહિલાઓને ઘરમાં ઘૂસીને માર માર્યો, જ્યારે માર્કેટીંગ યાર્ડમાં કડદા કૌભાંડ થાય છે ત્યારે કાયદો વ્યવસ્થા શું કરે?'' ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. સરકાર સામે દબાણ વધારવા તેમજ ખેડૂત સમર્થનમાં વિપક્ષના વધુ નેતાઓ સામે આવે તેવી શક્યતાઓ છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય