Home Gujarat Mla Chaitar Vasava Will Still Have To Remain In Jail

MLA ચૈતર વસાવાને હજુ પણ રહેવું પડશે જેલમાં : જામીન અરજીની સુનાવણી માટે મુદત પડી!

MLA ચૈતર વસાવાને હજુ પણ રહેવું પડશે જેલમાં
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 08:25 AM IST

લાફાકાંડ કેસમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હજુ પણ જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં માટે મુદત પડી છે. ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ત્યારે હવે 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે હવે ચૈતર વસાવાની વધી મુશ્કેલી છે


5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

અગાઉ ચૈતર વસવાના જુના કેસોને ધ્યાનમાં લઇ કોર્ટે જામીન આપ્યા ન હતા. અગાઉનાં 8 ગુના, 6 માસની સજા, ભૂતકાળમાં પાસા અને તડીપારના કેસો સહિત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ધમકી ભર્યા વીડિયોનો પણ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે જામીન માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ત્યારે હવે હાઈકોર્ટમાં પણ સુનાવણી મુલતવી રાખી આગામી સુનાવણીની તારીખ પડી છે અને 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.


શું છે આખો મામલો ?

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત જુલાઈ 5ના રોજ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જે બાદ તેઓ જેલમાં છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now