Home National Mitali Bag Attack West Bengal

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે હિંસા : TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો

TMC સાંસદ મિતાલી બાગ હોસ્પિટલમાં હોય તેની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 27, 2026, 02:03 PM IST

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના અંતિમ તબક્કા પહેલાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો છે. અરામબાગથી લોકસભાનાં સાંસદ મિતાલી બાગ પર હુમલાની ઘટના સામે આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. આરોપ મુજબ, અજાણ્યા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો, જેમાં તેમની કારના કાચ તૂટી ગયા અને વાહનને નુકસાન થયું. આ ઘટના તે સમયે બની જ્યારે મિતાલી બાગ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યાં હતા. TMCના નેતાઓએ આ હુમલાને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે અને તેને “જીવ પર હુમલો” તરીકે વર્ણવ્યો છે. ઘટનાના તુરંત બાદ પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો.

ટીએમસીનો ભાજપ પર સીધો આરોપ

ટીએમસીએ આ હુમલા માટે સીધો આરોપ ભાજપ પર લગાવ્યો છે. પાર્ટીના મતે ભાજપના કાર્યકરોએ આ હુમલો કરાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. મિતાલી બાગે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમના વાહન પર લાકડી અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેઓને ઈજા પહોંચી છે. ઘટનાના પછી અભિષેક બેનર્જીએ કહ્યું, ચૂંટણી પરિણામો બાદ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ચૂંટણી પંચને પણ ઘટનાની જવાબદારી લેવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે હિંસક અથડામણ : CISF જવાનને વાગી ગોળી

ભાજપનો ઈનકાર

ભાજપર પર લગાવેલા આરોપોને ભાજપે નકારી કાઢ્યા છે. પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે આ ઘટના TMCની આંતરિક ગૂંથણનું પરિણામ હોઈ શકે છે અને ભાજપનો તેમાં કોઈ હાથ નથી. આ રીતે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: "સાચો માણસ ખોટી પાર્ટીમાં હતો" : AAP છોડ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાનું અસલી કારણ જણાવ્યું

ચૂંટણીમાં વધતી હિંસાની

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસાનાં કિસ્સા વધી રહ્યા છે. દરેક તબક્કામાં આવી ઘટનાઓ સામે આવવાથી સુરક્ષા વ્યવસ્થા અને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થાય છે. અગાઉ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પક્ષીય અથડામણ અને હુમલાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ વખતે પણ ચૂંટણીના અંતિમ દિવસોમાં આવી ઘટના બનતા રાજકીય તણાવ વધુ વધી ગયો છે. સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો છે. જો આરોપો સાબિત થાય તો સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. ચૂંટણી પરિણામો નજીક આવતા આવી ઘટનાઓ રાજકીય વાતાવરણને વધુ ગરમ બનાવે છે. આગામી દિવસોમાં વધુ રાજકીય પ્રતિક્રિયાઓ અને તપાસના પરિણામો પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now