Home Gujarat Minor Girl Raped By Being Lured Into Love Trap Complaint Filed Under Pocso

સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ : POCSO હેઠળ ફરિયાદ દાખલ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 06:10 PM IST

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મિડિયા મારફતે એક 16 વર્ષની સગીરા અને યુવક વચ્ચે સંપર્ક થયો હતો. આ સંપર્ક પ્રેમસંબંધમાં ફેરવાતા યુવકે લગ્નના લાલચમાં આવી સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવ્યું હોવાનો આરોપ છે.

ઘટનાની પૃષ્ઠભૂમિ:
સગીરા પોતાના પરિવાર સાથે કઠવાડામાં રહે છે. તેના માતા-પિતા ખાનગી નોકરીમાં છે અને ગત 26 મેના રોજ બંને નોકરી પર હતા ત્યારે સગીરા ભાઈ સાથે ઘેર હતી. ટ્યુશન જવાનું કહીને બહાર નીકળેલી સગીરા ઘણીવાર સુધી પરત ન આવતા ભાઈએ માતાને જાણ કરી હતી.

પરિવારે શોધખોળ શરૂ કરતા જાણવા મળ્યું કે સગીરા યુવક કેવલ મકવાણા સાથે મંદિરે ગઈ હતી. 15 દિવસ પહેલાં પણ સગીરાના મોબાઈલમાં કેવલ સાથેની વાતચીત જોઇ પિતાએ ઠપકો આપ્યો હતો. પરંતુ સંપર્ક ચાલુ રહ્યો હતો.

યુવકે અગાઉ પણ મુલાકાત લીધી હતી:

સગીરાએ પોતાના પિતા સામે ખુલાસો કર્યો કે ત્રણ મહિના પહેલા કેવલ સાથે સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ હતી અને સતત વાતચીત થતી હતી. એક મહિના પહેલા જ્યારે માતા-પિતા ઘેર ન હતા ત્યારે કેવલ તેમના ઘેર આવ્યો હતો અને લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

ગત 26 મેના રોજ કેવલ સગીરાને ફરી મળી તેમના ફ્લેટની નીચે આવી તેને લઈ ગયો હતો.

કાયદેસર કાર્યવાહી:
આ સમગ્ર બનાવની જાણ થતાં સગીરાના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કેવલ વિરુદ્ધ પોક્સો એક્ટ તથા IPCની લાગતી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now