Home Gujarat Minor Girl Physical Assault In Pandesara Area Of Surat

સુરતના પાંડેસરા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ : સગીરા સાત માસની ગર્ભવતી થયા બાદ તોડ્યું મૌન, આરોપી ફરાર

સુરતના પાંડેસરા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 10:02 AM IST

Surat Crime News : સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાયન એન્ડ પ્રિન્ટિંગ મિલમાં સગીરા પર બળાત્કારની ગંભીર ઘટના સામે આવી છે. રાતપાળીમાં કામ કરતી 17 વર્ષની સગીરાએ આરોપ મૂક્યો છે કે મિલમાં જ મશીન ઓપરેટર તરીકે કામ કરતો ગગન મોર્યાએ તેની મરજી વિરુદ્ધ વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું.

ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે સગીરાને ઘરમાં ચક્કર આવતા અને પેટમાં ભારે દુખાવો થતા માતા તેને આરોગ્ય કેન્દ્ર લઈ ગઈ હતી. તબીબે તપાસ કરતાં સગીરા સાત માસની ગર્ભવતી હોવાનું જણાવી દીધું હતું. આ જાણ થતાં માતા સ્તબ્ધ રહી ગઈ હતી.

પરિવારે સગીરાને કડકાઈથી પૂછતાં તેણે મિલમાં જ કામ કરતો મશીન ઓપરેટર સતત ત્રાસ અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતો હોવાનો ખુલાસો કર્યો હતો. આ ધમકીઓના કારણે સગીરા ડરતી હોવાથી અત્યાર સુધી મૌન ધારણ કર્યું હતો.

મામલો પોલીસ સુધી પહોંચતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપી ગગન મોર્યા હાલમાં ફરાર હોવાની માહિતી મળી છે. પોલીસે તેની શોધખોળ માટે ટીમો રવાના કરી છે અને મિલના અન્ય કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

પોલીસે જણાવ્યું છે કે સગીરાને તબીબી સારવાર સાથે કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે અને સમગ્ર કેસને ગંભીરતાથી તપાસવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now