Home Gujarat Milk Producers Protest Outside North Gujarat Famous Sabar Dairy For Less Price

સાબર ડેરી પર સમરાંગણ : ભાવફેર મુદ્દે સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન:ડેરીમાં જતા અટકાવતા ઘર્ષણ,પથ્થરમારો,ટીયરગેસના શેલ છોડાયા

સાબર ડેરી પર સમરાંગણ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 10:45 AM IST

ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરી બહાર પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે. ઓછા ભાવને પગલે વિફરેલા પશુપાલકોએ સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું . વિરોધ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થરમારો કરતા ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પશુપાલકોને સમર્થન જાહેર કર્યું હતું. સાબર ડેરી ખાતે વિરોધ દર્શાવી રહેલા પશુપાલકોના સમર્થનમાં સાબર ડેરી ખાતે પણ પહોંચ્યા હતા. સાબર ડેરી રોડ પર રહેલા પશુપાલકો બેરીકેટ તોડી ડેરીના દરવાજા પાસે પશુપાલકો પહોંચ્યા હતા. જે બાદ પશુપાલકો વિફર્યા હતા.

પશુપાલકોએ પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થરો ફેંક્યા હતા. પથ્થરોથી વોટર બ્રાઉઝરના મેન ગ્લાસને તોડી નાંખ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ટોળાને વિખેરવા પ્રથમ લાઠીચાર્જ કર્યો હતો અને બાદમાં ટીયરગેસના સંખ્યાબંધ શેલ છોડ્યા હતા, પોલીસે ઘટના સ્થળેથી 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી  છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now