Home Automobile Mg Launches Upgraded Version Of Hector Know The Price And Features Of The Car

MG Hector ના હાઇટેક ફીચર્સ... ADAS સેફ્ટી! : નવી Hector ₹2 લાખ ઓછી કિંમતે લોન્ચ, જાણો કારની માહિતી

MG Hector ના હાઇટેક ફીચર્સ... ADAS સેફ્ટી!
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 10:13 AM IST

MG Hector Facelift Launch Price: MG મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં તેના વાહન પોર્ટફોલિયોને અપડેટ કર્યો છે અને તેની લોકપ્રિય SUV MG Hector નું નવું મિડ-સાયકલ ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું છે. નવી MG Hector ફેસલિફ્ટ ફક્ત ડિઝાઇન અને ફીચર્સમાં જ અપગ્રેડ નથી, પરંતુ તેની કિંમતથી લોકોને આશ્ચર્યચકિત પણ કરી છે. નોંધનીય છે કે, MG મોટર્સે લગભગ 6 વર્ષ પહેલાં 2019 માં MG Hector SUV સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે, કંપનીએ આ SUV ને કનેક્ટેડ SUV તરીકે રજૂ કરી હતી. તે MG ની "Internet Inside" ટેગલાઇન સાથે માર્કેટિંગ કરાયેલી કારોમાંની એક હતી. હવે, કંપનીએ તેના ફેસલિફ્ટેડ મોડલમાં ઘણા નવા ફીચર્સ આપી રહી છે. જાણો કારની કિંમત, ફીચર્સ, એન્જિન અને વેરિઅન્ટ્સની માહિતી.

એન્જિન ઓપ્શન

એન્જિનની વાત કરીએ તો, નવા હેક્ટર અને હેક્ટર પ્લસમાં વર્તમાન મોડલ જેવા જ પાવરટ્રેન છે. પેટ્રોલ વેરિઅન્ટમાં 1.5-લિટર ફોર-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ એન્જિન છે જે 143bhp અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. ડીઝલ વેરિઅન્ટમાં 2.0-લિટર એન્જિન છે જે 170bhp અને 350Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, અને તે ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

MG Hector ની કિંમત

કંપનીએ તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 11.99 લાખ રૂપિયા રાખી છે, જે પ્રારંભિક કિંમત તરીકે જૂના મોડલ કરતા લગભગ 2 લાખ રૂપિયા ઓછી છે. અગાઉના મોડલની શરૂઆતની કિંમત 14 લાખ રૂપિયા હતી.

નવી MG Hector કેવી છે?

નવી હેક્ટર ફેસલિફ્ટ તેના મૂળ સાઇઝને જાળવી રાખે છે, પરંતુ તેનો આગળનો ભાગમાં ચેન્જ થયેલો દેખાય છે. મોટી ગ્રિલ એ જ રહે છે, પરંતુ હવે ડાયમંડ પેટર્નને બદલે હનીકોમ્બ ડિઝાઇન આપવામાં આવી છે. નીચે એર ડેમને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. એલોય વ્હીલ્સને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. જોકે, લાઇટિંગ સેટઅપમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો છે, સ્પ્લિટ હેડલેમ્પ ડિઝાઇન અને ટેલલેમ્પ્સ LED લાઇટ સ્ટ્રીપ્સથી કનેક્ટેડ છે.

ઇન્ટિરિયર અને ફીચર્સ

કેબિનની અંદર, હેક્ટર ફેસલિફ્ટને એક મોટું અપડેટ મળ્યું છે. તેમાં એક નવું ડ્યુઅલ-ટોન અર્બન ટેન ઇન્ટિરિયર છે. આ ઉપરાંત, નવી 14-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે, જેમાં i-Swipe જેસ્ચર કંટ્રોલ ટેકનોલોજી છે. બે આંગળીઓને અપ/ડાઉન જેસ્ચર કરવાથી AC નું ટેમ્પરેચર અને લેફ્ટ/રાઇટ કરવાથી ફેનની સ્પીડ કંટ્રોલ થાય છે. ત્રણ આંગળીઓને અપ/ડાઉન જેસ્ચર કરવાથી વોલ્યૂમ અને લેફ્ટ/રાઇટ કરવાથી ટ્રેકમાં ચેન્જ કરી શકાય છે. વધુમાં, ડિજિટલ ઓટો કી, પ્રોક્સિમિટી લોક અને અનલોક, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટો, હોરીઝોન્ટલ AC વેન્ટ્સ અને ઇન્ફિનિટી બાય હાર્મન સાઉન્ડ સિસ્ટમ જેવા ફીચર્સ પણ સામેલ છે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં VRAM મોડ્યુલ પણ છે, જેને 10GB સુધી વધારી શકાય છે.

વેરિઅન્ટ્સ અને સીટિંગ

નવી MG હેક્ટર ફેસલિફ્ટ કુલ 6 વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવી છે. આમાં ચાર 5-સીટર વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે: Style, Select Pro, Smart અને Smart Pro. બે 7-સીટર વેરિઅન્ટ્સ: Savvy Pro અને Sharp Pro. બધા 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે MT અને CVT ઓપ્શન સાથે ઉપલબ્ધ છે, જે 141bhp અને 250Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપની ડીઝલ વેરિઅન્ટ વિશે વધુ વિગતો પછીથી શેર કરશે.

સેફટી અને વોરંટી પેકેજ

MG હેક્ટર ફેસલિફ્ટને સલામતીની દ્રષ્ટિએ પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. તેમાં લેવલ-2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), 6 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા જેવા અદ્યતન સેફટી ફીચર્સ છે. કંપની 3-3-3 વોરંટી પેકેજ પણ ઓફર કરી રહી છે, જે તેને ગ્રાહકો માટે વધુ આકર્ષક બનાવે છે. આમાં 3 વર્ષની અમર્યાદિત કિલોમીટર વોરંટી, 3 વર્ષની રોડસાઇડ આસિસ્ટન્સ અને 3 લેબર ફ્રી સર્વિસનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now