Home Gujarat Meteorologist Ambalal Patel Predicts Heavy Rains

અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી : ''...વિસ્તારો થશે જળમગ્ન'', નોંધી લેજો વરસાદની તારીખ!

અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 10:29 AM IST

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે, બીજી તરફ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જે બધાની વચ્ચે હવે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વરસાદથી ઉત્તર ગુજરાતના કેટલીક જગાઓમાં જળમગ્ન થઈ શકે છે, તેમજ કચ્છના કેટલીક જગ્યાઓ પર પણ વરસાદની સંભાવના છે. પંચમહાલ, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા જણાઈ રહી છે, અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે.
7 થી12 જુલાઈ વચ્ચે આ વિસ્તારોમાં આગાહી
7 થી12 જુલાઈ વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, તો કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે, જેના કારણે નદીના કિનારે પાણી ભરાવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.
બંગાળના ઉપસાગર પર સિસ્ટમના સક્રિય!
18 જુલાઈ પછી વરસાદથી થોડી રાહત મળશે પરંતુ જુલાઈના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગર પર સિસ્ટમના સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now