Home National Mega El Nino 2026 Global Warming Climate Change India Blob Pacific Ocean

ગ્લોબલ વોર્મિંગનો ફાટશે બોમ્બ : 149 વર્ષ જૂનો 'મેગા અલ-નીનો' ફરી સક્રિય થવાના સંકેત, પૃથ્વી પર હાહાકારની આશંકા

Mega El Nino Heatwave 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 10:30 AM IST

Heatwave 2026: વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકોએ એક એવી ચેતવણી આપી છે જે સાંભળીને ગમે તેના ધબકારા વધી જાય. પ્રશાંત મહાસાગરમાં 8046 કિલોમીટર લાંબી ગરમીની લહેર (Marine Heatwave) ફેલાઈ ચુકી છે, જે 'મેગા અલ-નીનો'ને શક્તિશાળી બનાવી રહી છે. વૈજ્ઞાનિકોના મતે વર્ષ 2026-27 દરમિયાન વિશ્વમાં રેકોર્ડબ્રેક ગરમી પડશે, જેના કારણે ભયંકર દુષ્કાળ, પાક નિષ્ફળ જવો અને મહામારી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખતરો એટલો મોટો છે કે તેની સરખામણી 1877માં આવેલા એ અલ-નીનો સાથે કરવામાં આવી રહી છે, જેણે તે સમયે પૃથ્વીની 4 ટકા વસ્તીનો સફાયો કરી નાખ્યો હતો.

શું છે આ 8000 KM લાંબી ગરમીની લહેર?

હાલમાં પ્રશાંત મહાસાગરમાં માઇક્રોનેશિયાથી શરૂ કરીને કેલિફોર્નિયા સુધી દરિયાઈ સપાટીનું તાપમાન રેકોર્ડ સ્તરે વધી ગયું છે. કેલિફોર્નિયા પાસેના આ ગરમ પટ્ટાને વૈજ્ઞાનિકો 'ધ બ્લૉબ' (The Blob) કહી રહ્યા છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના રિપોર્ટ મુજબ, આ ગરમ પવિત્ર લહેર અલ-નીનોની શક્તિમાં અનેકગણો વધારો કરી રહી છે. સામાન્ય રીતે અલ-નીનો દર 2 થી 7 વર્ષે આવતી ઘટના છે, પરંતુ આ વખતે તે 'સુપર' અથવા 'મેગા' સ્તરનો બની રહ્યો છે.

1877ના વિનાશક ઇતિહાસનું પુનરાવર્તન થશે?

ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1877-78નો અલ-નીનો અત્યાર સુધીનો સૌથી વિનાશક માનવામાં આવે છે. તે સમયે દુનિયાભરમાં ભીષણ દુષ્કાળ પડ્યો હતો અને પાક નષ્ટ થવાને કારણે લાખો લોકો ભૂખમરા અને બીમારીથી મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2026 માટેના વેધર મોડલ્સ જોઈને વૈજ્ઞાનિકો ડરી રહ્યા છે કારણ કે વર્તમાન પેટર્ન 140 વર્ષમાં સૌથી શક્તિશાળી જણાતી રહી છે. જો આ 'સુપર અલ-નીનો'માં ફેરવાશે તો 2027માં વૈશ્વિક તાપમાન તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે.

આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી : ગઝવા-એ-હિન્દ અને ISISI કનેક્શન! 2 આતંકીઓ સકંજામાં

ભારત અને ગુજરાત પર કેવી થશે અસર?

ભારત માટે આ સમાચાર ચિંતાજનક છે. મેગા અલ-નીનોને કારણે ભારત પર નીચે મુજબની અસરો થઈ શકે છે:

  • ચોમાસું નબળું પડશે: અલ-નીનોની સીધી અસર ભારતીય ચોમાસા પર પડે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ ઓછો પડવાની શક્યતા છે, જેનાથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં દુષ્કાળનો ખતરો વધશે.

  • તાપમાનમાં વધારો: દિલ્હી-NCR, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. મેગા અલ-નીનોને કારણે હીટ વેવ લાંબી અને વધુ ઘાતક બનશે.

  • ખેતી પર સંકટ: વરસાદની અછતને કારણે પાક ઉત્પાદન ઘટવાની અને ખેતી પર મોટું આર્થિક સંકટ આવવાની શક્યતા છે.

વિશ્વના અન્ય દેશોમાં સ્થિતિ

આ ઘટના માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને એમેઝોનના જંગલોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ વધી શકે છે. જ્યારે અમેરિકાના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. કુલ મળીને કુદરતી સંતુલન ખોરવાઈ જશે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર પણ ખતરો મંડાશે.

કેવી રીતે રહેવું તૈયાર?

વૈજ્ઞાનિકોના મતે, સરકારે અત્યારથી જ પાણી બચાવવા, દુષ્કાળ વ્યવસ્થાપન અને પાક વીમા જેવી યોજનાઓ પર ભાર મૂકવો પડશે. સામાન્ય લોકોએ પણ હીટ વેવથી બચવા અને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે સજાગ રહેવું પડશે. આગામી 24 મહિના વિશ્વના અર્થતંત્ર અને પર્યાવરણ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now