Home International Mea Press About Pakistan Attack On India

MEA: પાકના હુમલામાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત, કેટલાંક જવાનો ઘાયલ : પોતાના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને કાયર પાકિસ્તાને ભારતના રહેણાંક અને સૈન્ય ઠેકાણાંઓને બનાવ્યાં નિશાન

MEA: પાકના હુમલામાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત,  કેટલાંક જવાનો ઘાયલ
Published by: OBS Bureau
Last Updated: May 09, 2025, 01:02 PM IST

વિદેશ મંત્રાલયની પ્રેસઃ વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની કાયરતા પૂર્ણ કાર્યવાહી અંગે જાણકારી આપવામાં આવી. પાકિસ્તાને ભારતના 36 સ્થાનોને પાકિસ્તાને નિશાન બનાવ્યાં. એટલું જ નહીં પાકિસ્તાને પોતાના એરસ્પેસ ને બંધ નહોંતા કર્યાં. બલકે પાકિસ્તાને પોતાના સિવિલ એરસ્પેસને ચાલુ રાખીને તેનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો. પાકિસ્તાન પોતાના નાગરિક વિમાનોને ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાને તુર્કિ ડ્રોનનો ઉપયોગ કરીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો.

ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સંયુક્ત પત્રકાર પરિષદ કરીને આ પાકિસ્તાનની કાયરતાની જાણકારી આપી. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યુંકે, પાકિસ્તાને હવાઈ હુમલાની વચ્ચે પણ પોતાના સિવિલ એવિએશનને ચાલુ રહ્યું હતું. પાકિસ્તાને પોતાના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને, પોતાના નાગરિકોના જીવ જોખમમાં મુકીને ભારતની 36 જગ્યાઓ પર હુમલો કર્યો.

નાપાક પાકિસ્તાને કાયરતાપૂર્વક તમામ નિયમો મુકીને ભારતના રહેણાંક વિસ્તારો અને સૈન્ય ઠેકાણાંઓને ટાર્ગેટ બનાવ્યાંં. પાકિસ્તાને ભારતના લેહથી લઈને સિરક્રિક સુધીના તમામ વિસ્તારો પર વાયુસેનાના ભારે હથિયારોથી અંધાધૂંધ રીતે હુમલો કર્યો. પોતાના નાગરિક એયરસ્પેસને ચાલુ રાખીને કોઈકને કોઈક બહાને ભારત પર દોષનું પોટલું નાંખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આ તમામ પરસ્થિતિઓની વચ્ચે પણ ભારતે ખુબ સંયમ રાખીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

MEA ની પ્રેસની હાઈલાઈટ્સઃ
8-9 મે ના રોજ પાકિસ્તાને ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાને 400 ડ્રોન દ્વારા ભારત પર હુમલાની કોશિશ કરી
પાકિસ્તાને લેહથી લઈને સિરક્રિક સુધી ભારતના 36 સ્થાનો પર કર્યો હુમલો
પાકિસ્તાને નિયંત્રણ રેખા પાસે ગોળીબાર કર્યો
ભારતના કેટલાંક જવાનો આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા
પાકિસ્તાનના નિશાના પર હતા ભારતના સૈન્ય ઠેકાણાં
જવાબી કાર્યવાહીમાં ભારતે હુમલો કર્યો જેમાં પાકિસ્તાનને નુકસાન પહોંચ્યું
ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને થયું નુકસાન
ભારતીય વાયુસેનાએ ખુબ સંયમિત રીતે કરી જવાબી કાર્યવાહી
પાકિસ્તાને કાયરતાપૂર્ણ રીતે ગત રાત્રે ભારતના રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલો કર્યો
પાકિસ્તાને ભારતના વિવિધ શહેરોને નિશાન બનાવવાનો કર્યો પ્રયાસ
પાકિસ્તાને અમૃતસરને પણ નિશાન બનાવવાનો કર્યો પ્રયાસ
પાકિસ્તાનના કાયરતાપૂર્ણ હુમલામાં ભારતના ઘણાં જવાનો થયા ઘાયલ
ભારતે સંયમથી કાર્યવાહી કરીને પાકિસ્તાનને આપ્યો જવાબ
પુંછમાં પાકિસ્તાને ગુરુદ્વારા પર કર્યો હુમલો
પુંછમાં રહેણાંક વિસ્તારો પર પાકિસ્તાને કર્યો કાયરતાપૂર્ણ હુમલો
પુંછમાં પાકિસ્તાનના હુમલામાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video