Home Gujarat Mayur Parekh Booked For Disproportionate Assets

દાહોદના તત્કાલીન પ્રા.શિક્ષણાધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ : 22 ટકા વધુ મિલકત મળી આવી, મયુર પારેખ સામે ACB નો સંકજો

દાહોદના તત્કાલીન પ્રા.શિક્ષણાધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 12:18 PM IST

Dahod Education Officer : મયુરકુમાર શાંતીલાલ પારેખ તત્કાલીન ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ વર્ગ-1 નાઓ વિરૂધ્ધ રૂ. 65,40,163.81/-(22.58 %) ની અપ્રમાણસર મિલ્કત અંગેનો ACB પંચમહાલે ગુનો દાખલ કર્યો છે.

પાસઠ લાખની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

આરોપી મયુરકુમાર શાંતીલાલ પારેખ તત્કાલીન ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદ વર્ગ-1 નાઓએ પોતાની ફરજ કાર્યકાળ દરમિયાન તા.01/01/2005 થી તા.30/06/2023 સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂ.65,40,163.81/-(પાસઠ લાખ ચાલીસ હજાર એકસો ત્રેસઠ રૂપીયા અને એકયાસી પૈસા)ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે પોતાની ફરજ કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ઇરાદાપુર્વક તેમજ વિવિધ પ્રકારની રીતરસમો અપનાવી, સમૃધ્ધ બની, ગુનાહીત ગેરવર્તણુંક આચરી, અપ્રમાણસર મિલકતનો ગુનો આચરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવ્યું છે. જેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 22.58 % જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાય આવ્યું છે.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

આરોપી મયુરકુમાર શાંતીલાલ પારેખ તત્કાલીન ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદ વર્ગ-1 નાઓ વિરુધ્ધ સરકાર તરફે એચ.પી.કરેણ પોલીસ ઇન્સ્પેકટર પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. નાઓએ તરફે ફરીયાદ આપતા દાહોદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 08/2025 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ-13 (1) (ઇ) સાથે વાંચતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા-2018) ની કલમ-13 (1) (બી) તથા 13 (2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now