Home Gujarat Massive Fire Breaks Out At Jai Ambe Rice Mill In Kheda

ફરી આકાશમાં દેખાયા પ્લેન ક્રેશની ઘટના જેવા ધૂમાડા : કાળું પડ્યું આકાશ, એક કિલો મીટર સુધી જોવા મળ્યા ધૂમાડાના ગોટેગોટા

ફરી આકાશમાં દેખાયા પ્લેન ક્રેશની ઘટના જેવા ધૂમાડા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 11:09 AM IST

Massive Fire in Kheda: અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટનાને કારણે લોકોમાં એક પ્રકારનો ડર પ્રવેશી ગયો છે. ત્યારે ફરી એકવાર આકાશમાં ધૂમાડાના ગોટેગોટા અને આગની જવાળાઓ દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા પ્લાસ્ટિકના ગોટાઉનમાં અચાનક વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે આકાશમાં દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં.


ખેડામાં બસ સ્ટેશન પાસેના એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આ ભીષણ આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે ગણતરીની મિનિટોમાં જ તેણે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આગે વિકરાળ સ્વરૂપ લેતાં એક કિમી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમો, અધિકારીઓ, સ્થાનિક પીઆઈ પણ સ્થળ પર દોડ્યાં હતાં. એટલું જ નહીં પ્લાસ્ટિક ફેક્ટરીમાં વિનાશક આગની ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય પણ અહીં દોડી આવ્યાં હતાં. જોકે, પ્રાથમિક અહેવાલ મુજબ હાલ કોઈ પ્રકારની જાનહાનિના થઈ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now