Home International Massive Fire Breaks Out At Ink Company In Waghodia Gidc Vadodara

વાઘોડિયા GIDCમાં ઇંક કંપનીમાં ભીષણ આગ : સોલ્વન્ટ બેરલમાં ધડાકા, ધુમાડાના ગોટેગોટા, લોકોમાં ભય

વાઘોડિયા GIDCમાં ઇંક કંપનીમાં ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 11:45 AM IST

વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDC ખાતે ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. સિદ્ધિ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના પ્લોટ નં. 246 ખાતે આવેલી ડાયનામિક ઇંક કંપનીમાં આજે કલર મટીરિયલના બેરલમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે, જેના કારણે સોલ્વન્ટ થિનરના બેરલમાં ભારે ધડાકા થયો હતો.

ઇંક કંપનીમાં ભીષણ આગ

આગ એટલી વિકરાળ હતી કે, આસપાસના વિસ્તારોથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના કારણે પ્લાન્ટમાં રાખેલું મટીરિયલ સંપૂર્ણપણે બળી ને ખાક થઈ ગયું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા વડોદરા અને વાઘોડિયા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. 6થી વધુ ફાયર ટેન્ડરો આગ બુઝાવા કામે લાગ્યા છે.

અધિકારીઓ ઘટનાસ્થળે

અગ્નિકાંડને પગલે પોલીસ, મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર પરિસ્થિતિની મોનિટરિંગ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ કલાકથી સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, પરંતુ આગના સંભળાયેલા ધડાકા અને આકસ્મિક બ્લાસ્ટને કારણે ફાયરફાઇટર્સને ભારે જહેમતનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ નાણાકીય નુકસાન ઘણું મોટા પ્રમાણમાં થયાનું અનુમાન છે. આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની